12 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 24 ટકા, વડોદરામાં 32 ટકા, કુલ 39 ટકા મતદાન નોંધાયું
ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (14:24 IST)
આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યોજાઈ રહેલી બીજા તબક્કાની ચૂંટણી ગુજરાતમાં કુલ 14 જિલ્લાની 93 બેઠકો પર બીજા તબક્કામાં 12 વાગ્યા સુધીમાં 39 ટકા મતદાન નોંધાયું છે. સૌથી ઓછું મતદાન અમદાવાદ જિલ્લામાં જોવા મળી રહ્યું છે. ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો પર બપોરે 12 વાગ્યા સુધી 30.23 ટકા મતદાન થયું છે. સૌથી વધુ 31.49 ટકા વોટિંગ કલોલમાં થયું છે.
અરવલ્લી જિલ્લાના સિમલજ ગામે મતદાન અટકાવાયું. ઈવીએમમાં કોંગ્રેસના ઉમેદવારનું બટન કામ ન કરતું હોવાની ફરિયાદ બાદ તપાસ શરુ કરાઈ.અમદાવાદ જિલ્લા અને શહેરમાં મતદાન ધીમી ગતિએ થઈ રહ્યું છે. બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 23.92 ટકા વોટ પડ્યા છે. સૌથી વધુ સાણંદમાં 29.99 ટકા વોટિંગ થયું. જમાલપુર ખાડિયામાં સૌથી ઓછું 20.13 ટકા વોટિંગ.વડોદરામાં બપોરે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 32.81 ટકા મતદાન થયું છે. સૌથી વધુ કરજણમાં 36.67 ટકા વોટિંગ થયું.બનાસકાંઠા- 12.52, પાટણ- 11.77, મહેસાણા- 15.36, સાબરકાંઠા- 15.59, અરવલ્લી- 13.58, ગાંધીનગર- 14.91, અમદાવાદ- 9.64, આણંદ- 13.35, ખેડા- 13.20, મહિસાગર- 12.93, પંચમહાલ- 13.35, દાહોદ-, વડોદરા- 12.81 અને છોટાઉદેપુરમાં 11.04 ટકા મતદાન થયું છે.