- મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે તેમનું મંત્રીમંડળ પણ શપથ ગ્રહણ કરશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મળેલી જીત પછી મંગળવારે વિજય રૂપાણી એકવાર ફરી ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવા જઈ રહ્યા છે. તેમની સાથે ઉપમુખ્યમંત્રી નિતિન પટેલ સહિત 30 મંત્રી પદના મંત્રીઓ પણ શપથ લેશે.
સંભવિત મંત્રીઓની યાદી..
મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપમુખ્યમંત્રી નિતિન પટેલ ઉપરાંત ભૂપેન્દ્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, સૌરભ પટેલ, જયેશ રાદડિયા ગણપત વસાવા, આરસી ફળદુ, દિલિપ ઠાકોર, પ્રદીપ સિંહ જડેજા, વાસણાભાઈ આહીર, પુરૂષોત્તમ સોલંકી, બચુ ખાબડ, ઈશ્વરભાઈ પટેલ, કુમાર કાનાણી, ઈશ્વરભાઈ પરમાર, રમણ પાટકર ,જગદ્રથસિંહ પરમાર, વિભાવરી દવે અને પરબત પટેલ શપથ લઈ શકે છે.
આ કેન્દ્રીય અને બીજેપી વરિષ્ઠ નેતાઓનો થશે સમવેશ
વિજય રૂપાણીના શપથ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉપરાત દિલ્હીથી ભાજપા અધ્યક્ષ અમિત શાહ નાણાકીય મંત્રી અરુણ જેટલી ગૃહ મંત્રી રાજનાથ સિંહ સુષમા સ્વરાજ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અનેક નેતા ગાંધીનગર પહોચી ગયા છે.