સુષમા સ્વરાજ 14મીએ ગુજરાત પધારશે. મહિલા ટાઉન હોલ યોજાશે
શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (15:33 IST)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાજપ હવે વિકાસના નામે મત માંગતાં પણ ફફડે છે. કારણ કે સોશિયલ મીડિયામાં વિકાસ ગાંડો થયો છે નું કેમ્પેન ભાજપના નેતાઓની ઊંઘ ઉડાડી રહ્યું છે. ભાજપના કેન્દ્રીય નેતાઓ પણ હવે ગુજરાતમાં પ્રચાર માટે ધામાં નાંખવા માંડ્યાં છે. અરૂણ જેટલી બાદ હવે સુષમા સ્વરાજ પણ ગુજરાતમાં પધારવાના છે. અમિત શાહની જેમ તેઓ પણ હવે ટાઉનહોલ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને સંબોધશે. ગુજરાતમાં મહિલાઓને આકર્ષવા માટે 14મીએ સુષ્મા સ્વરાજનો મહિલા ટાઉન હોલ યોજાશે. જેમાં 1 લાખથી વધારે મહિલાઓ સુષ્મા સ્વરાજને સવાલ કરશે અને કેન્દ્રીય મંત્રી તેના જવાબ આપશે. જેને લઈને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મહિલા ટાઉન હોલની સમગ્ર રૂપરેખા મીડિયાને સમક્ષ રજૂ કરી હતી. આગામી 14 ઓક્ટોબરે અમદાવાદ ખાતે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મહિલા ટાઉન હોલ કાર્યક્રમ થકી મહિલાઓ સાથે સીધો સંવાદ કરશે અને તેમના સવાલોના જવાબ આપશે. આ માટે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી. જેમાં 4 રીતે મહિલાઓ સુષ્મા સ્વરાજને ચાર રીતે સવાલ પૂછી શકે છે. મોબાઈલ પરથી જેના પર મિસ્ક કોલ કે વોટ્સએપ કરી શકાય છે, જેના માટે એક નંબર જારી કરવામાં આવ્યો હતો.. ફેસબુક અને ટ્વિટર પર હેસટેગ #AdikhamGujarat દ્વારા અને અડીખમ ગુજરાતની વેબસાઈટ પર જઈને સવાલ કરી શકે છે.