કોંગ્રેસના ઉમેદવારના હોબાળા બાદ ૨૫૬ ઈવીએમની પુનઃચકાસણી, ૧૧માં ટેકનિકલ ખામી
ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (15:09 IST)
વડોદરાની રાવપુરા બેઠક માટે ૨૫૬ ઈવીએમનો ઉપયોગ કરતાં પૂર્વે રાજકીય પક્ષોની પ્રતિનિધિઓની હાજરીમાં ચેકિંગ કરવા માટે ત્રણ દિવસનો સમય જિલ્લા ચૂંટણી અધિકારીએ આપ્યો હતો. જેમાં તા.૪ અને ૫ના રોજ કોઈ ગયા નહી અને આજે તા.૬ના રોજ કોંગ્રેસના પ્રતિનિધિઓ કારેલીબાગ ડી.ઇ.ઓ. કચેરી ખાતે પહોંચ્યા ત્યારે બે દિવસમાં કર્મચારીઓએ મનસ્વી રીતે ૧૫૦ ઈવીએમ ચકિંગ કરી નાખ્યા. આ અંગે કોંગ્રેસના પ્રતિનિધિ સાંઈ ઢેકાણેએ ઉગ્ર રજૂઆત કરતા હાજર રહેલા અધિકારીએ ૧૫૦નું ચેકિંગ થઈ ગયું છે.
તેમ જણાવી દેતાં હવે પચી બાકીની બીજાનું ચેકિંગ કરીશુંનું કહેતા કોંગ્રેસે પ્રતિનિધિએ રાવપુરા બેઠકનાં કોંગ્રેસી ઉમેદવાર ચંદ્રકાંત ભથ્થુનું ધ્યાન દોરતાં તેઓ જાતે સ્થળ પર પહોંચી જતાં કોંગ્રેસી કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આથી મામલો રિટર્નિગ ઓફિસર આર.પી. જોષી સુધી પહોંચતા તેમણે કોંગ્રેસની રજૂઆતને ગ્રાહય રાખી જે ૧૫૦ ઈવીએમની ચકાસણી કોંગ્રેસના પ્રતિનિધિઓની ગેરહાજરીમાં કરી દેવાઈ હતી. તેની ફરી ચકાસણી કરાવ્યાની સૂચના આપી છે. આથી કોંગ્રેસના પ્રતિનિધિઓ તેમજ ચૂંટણી વિભાગનાં ટેકનિકલ તજજ્ઞાોની હાજરીમાં ઈવીએમ મશીનોની ફરીથી ચકાસણી શરૃ કરાઈ હતી. જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહી હતી. ૨૧૦ ઈવીએમની ચકાસણી કરવામાં આવી જે પૈકી ૧૧ ઈવીએમમાં ટેકનિકલ ખામી જણાઈ આવતાં કોંગ્રેસ દ્વારા તે બદલી નવા મુકવા માંગણી કરાઈ હતી. જ્યારે બાકી રહેલા ૪૬ ઈવીએમની ચકાસણી આવતીકાલે કરવામાં આવશે તેમ જાણવા મળે છે. રિટર્નિગ ઓફિસરે ૧૧ ઈવીએમ બદલવાની ખાત્રી આપી હતી.