ભાજપમાં ભડકો- ચૂંટણી ટાણે જ દિયોદરના પૂર્વ ઘારાસભ્યનું ભાજપને બાય બાય
મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (15:32 IST)
દિયોદર વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કારોબારી સભ્યએ સોમવારે પક્ષથી નારાજ થઇ પોતાના હોદ્દા ઉપરથી તેમજ પક્ષમાંથી ટેકેદારો સાથે રાજીનામું આપતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દિયોદરના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કારોબારી સભ્ય અનિલભાઇ માળીએ પક્ષના અમુક નિર્ણયોના કારણે સોમવારે પ્રેસકોન્ફરન્સ યોજી પોતાના આઠ ઉપરાંતના ટેકેદારો સાથે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. આ અંગે અનિલભાઇ માળીએ જણાવ્યું હતું કે, ‘મારા મત વિસ્તારના કામ થતાં નથી. જેથી લોકો દ્વારા મને અવાર-નવાર રજૂઆત કરવામાં આવે છે. તેમજ ભાજપના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી રહી છે. જેથી સમાજના આગેવાનોના માર્ગદર્શન લઇ સોમવારે ભાજપમાંથી તેમજ પ્રદેશ કારોબારી સભ્યમાંથી રાજીનામું આપ્યું છે.