Cyclone Jawad: હવામાન વિભાગે સાયક્લોન ‘જવાદ’ને લઇને એલર્ટ જાહેર કર્યું છે.

ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (14:05 IST)
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 ડિસેમ્બરના રોજ જવાદ વાવાઝોડુ આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયા કિનારા સાથે ટકરાઇ શકે છે. વાવાઝોડાના કારણએ દક્ષિણ બંગાળના લગભગ તમામ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે તોફાનની અસર છત્તીસગઢ પર પણ થઇ શકે છે.  
 
પ્રધાનમંત્રી મોદીએ આજે દિલ્હી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે હાઇલેવલ મીટિંગ બોલાવી હતી જેમા તેમને સમગ્ર પરિસ્થિતિ અંગે બ્રીફ કરવામાં આવ્યા છે. વાવાઝોડાની સાથે સાથે રેસ્ક્યૂની કામગીરી કઈ રીતે થશે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે.

મુંબઈ, પૂણે અને કોંકણ વિસ્તારોમાં 3 ડિસેમ્બર સુધી મુશળધાર વરસાદની આગાહી :ગુરુવારે બરોડા, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, અમરેલી, અરવલ્લી, દાહોદ, મહિસાગર અને ભાવનગર જિલ્લાના અનેક સ્થળોએ મુશળધાર વરસાદની આગાહી

કમોસમી વરસાદની આગાહીને પગલે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.. ગત મોડી રાતથી જિલ્લાના પારડી, વાપી, ધરમપૂર તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે.. કમોસમી વરસાદને પગલે આગામી સમયમાં શાકભાજીના ભાવ ઉચકાય તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર