Ganesh chaturthi 2024: ગણેશ ચતુર્થી ઉત્સવ ક્યારે છે જાણી લો શુભ મુહુર્ત અને નિયમ
બુધવાર, 4 સપ્ટેમ્બર 2024 (16:29 IST)
ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે 10 દિવસીય ગણેશ ઉત્સવ શરૂ થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024 શનિવારના રોજ છે. ઘરમાં ગણેશજીની મૂર્તિનો શુભ પ્રવેશ કર્યા પછી, તેને શુભ સમયે યોગ્ય સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે. સ્થાપના પછી, વિસર્જન સુધી મૂર્તિને તેની જગ્યાએથી દૂર કરવામાં આવતી નથી. આવો જાણીએ ગણપતિની સ્થાપના માટેનુ શુભ મુહુર્ત શુ છે.
7 સપ્ટેમ્બર 2024 ગણેશ સ્થાપના અને પૂજા માટે શુભ મુહૂર્ત - સવારે 11:03 થી 01:34 સુધી અભિજીત મુહૂર્ત: 02:24 વાગ્યા સુધી 03:14 સર્વાર્થ સિદ્ધિ યોગ: બપોરે 12:34 થી 06:03 સુધી રવિ યોગ: સવારે 06:02 થી 12:34 સુધી.
એવુ કહેવાય છે કે ભગવાન ગણેશનો જન્મ તે મધ્યાહન સમયગાળા દરમિયાન થયો હતો, તેથી મધ્યાહનનો સમય ગણેશ સ્થાપના અને પૂજા માટે યોગ્ય માનવામાં આવે છે. અંગ્રેજી સમય અનુસાર મધ્યાહન કાલ બપોર સમકક્ષ ગણવામાં આવે છે. મધ્યમના મુહૂર્તમાં, ભક્તો પૂર્ણ વિધિ સાથે ગણેશજીની પૂજા કરે છે જેને ષોડશોપચાર ગણપતિ પૂજા તરીકે ઓળખવામાં આવે છે.
ગણેશ મૂર્તિ સ્થાપનાના નિયમ
1. માટીની મૂર્તિ સ્થાપિત કરો, જેની સૂંઢ જમણી બાજુ હોય અને જનોઈધારી હોય. મૂર્તિ બેસેલી મુદ્રામાં હોવી જોઈએ.
2. શુભ મુહુર્તમાં જ સ્થાપિત કરો. ખાસ કરીને મધ્યાનકાળમાં કોઈ મુહુર્તમાં સ્થાપિત કરો
3. ગણેશ મૂર્તિને ઘરની ઉત્તર દિશા કે ઈશાન ખૂણામાં જ સ્થાપિત કરો. આ સ્થાન શુદ્ધ અને પવિત્ર હોવુ જોઈએ
4. ભગવાન ગણેશની મૂર્તિનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ.
5. લાકડીના પાટલા પર લાલ કે પીળુ કપડુ પાથર્યા પછી જ તેમની સ્થાપના કરો.
6. એકવાર ગણેશ મૂર્તિ સ્થાપિત થઈ જાય પછી તેને ત્યાંથી હટાવવી કે ખસેડવી નહીં. વિસર્જન સમયે જ મૂર્તિને હલાવો.
7. ગણપતિ સ્થાપના દરમિયાન મનમાં ખરાબ ભાવનાઓ ન લાવશો અને ન તો કોઈ ખરાબ કર્મ કરો.
6. ગણેશ સ્થાપના દરમિયાન ઘરમાં કોઈપણ પ્રકારનો તામસિક ખોરાક ન બનાવવો. સાત્વિક આહાર લો.
7. જો તમે ગણેશજીની સ્થાપના કરી રહ્યા છો, સ્થાપના પછી, વિધિ પ્રમાણે ગણપતિજીની પૂજા-આરતી કરો અને પછી પ્રસાદ વહેંચો, વિસર્જન સુધી દરરોજ સવારે અને સાંજે પૂજા-આરતી કરો અને પ્રસાદ વહેંચો.