વર્ષભરમાં પડનારી ચતુર્થીયોમાં આ દિવસે ઉજવાતી ચતુર્થીને સૌથી મોટી ચતુર્થી માનવામાં આવે છે. આમ તો વર્ષભરમાં પડનારી કોઈપણ ચતુર્થીને ગણપતિજીના પૂજન અને ઉપાસના કરવાથી ઘરમાં સમ્પન્નતા, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધનનો સમાવેશ થાય છે. પણ શાસ્ત્રોમાં આજની ચતુર્થીના દિવસે કરવામાં આવેલ વ્રત અને પૂજનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યુ છે. તો આવો જાણીએ કેવી રીતે કરશો ગણેશ ચતુર્થી પૂજન.
- પંચામૃતથી શ્રી ગણેશને સ્નાન કરાવો. ત્યારબાદ કેસરિયા ચંદન, અક્ષત, દૂર્વા અર્પિત કરી કપૂર પ્રગટાવીને તેની પૂજા અને આરતી કરો. તેમને મોદકના લાડુ અર્પિત કરો. તેમને રક્તવર્ણના પુષ્પ વિશેષ પ્રિય છે.