આજે બેંગ્લોર અને કોલકત્તા વચ્ચે જંગ

વેબ દુનિયા

મંગળવાર, 12 મે 2009 (13:06 IST)
આઈપીએલ ટૂર્નામેંટમાં આજની જંગ બેંગ્લોર રોયલ્સ ચેલેંજર્સ અને કોલકત્તા નાઈટરાઈડર્સ તેમજ ત્યારબાદની મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈંડિયંસ વચ્ચે જંગ ખેલાશે.

આજની મેચમાં કોલકતા પાસે એક તક છે ફરી પોતાની ટીમને મુકાબલામાં બેઠી કરવા માટે નહીતર તે મુકાબલામાંથી બહાર થઈ જશે. માટે કોલકતાએ આજની મેચ જીતવી જરૂરી છે.

જ્યારે બીજી તરફ માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્દુલકર અને યુવરાજ સિંહ વચ્ચે આજે જંગ ખેલાશે. મુંબઈ ઈંડિયંસ રેંકિંગમાં 9 પોઈંટ ધરાવે છે જ્યાર પંજાબ તેના કરતા એક પોઈંટ વધારે છે.

વેબદુનિયા પર વાંચો