અમદાવાદ બ્લાસ્ટમાં ઘાયલ થયેલા નાગરિકોને પૂછપરછ કરીને અમદાવાદ પોલીસ સીરીયલ બ્લાસ્ટની ખૂટતી કડી જોડવા ઈચ્છે છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચનાં ડીસીપી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે અમે ટીવી પર બ્લાસ્ટનાં ફુટેજ જોયા છે અને હોસ્પિટલની નજીક ઉભેલા પ્રત્યક્ષદર્શીઓનાં નિવેદન લીધા છે. તેમજ હોસ્પિટલમાં ઘાયલ લોકોને મળીને સાચી વિગતો સુધી પહોચવા પ્રયત્ન કરી રહ્યા છીએ. .
તો બીજી બાજુ રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, મંદિરો અને સાર્વજનિક જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. અમદાવાદ, વડોદરા અને સુરત રેલ્વે સ્ટેશન સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્લેટફોર્મ ટીકિટ આપવાનું બંધ કરી દીધુ છે.
તેમજ શહેરમાં આવતાં-જતાં દરેક માર્ગે વાહનોનું ચેકીંગ વધારી દેવામાં આવ્યું છે. તો પોલીસ સીમી કાર્યકર્તાઓનું નેટવર્ક તોડી પાડવા ઠેર ઠેર દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. અને, શંકાસ્પદ લોકો પર નજર રાખી રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસે બ્લાસ્ટની સીબીઆઈ તપાસની માંગ કરી છે.