બેગ્લોરમાં વધુ એક બોમ્બ નિષ્ક્રિય કરાયો

ભાષા

શનિવાર, 2 ઑગસ્ટ 2008 (18:58 IST)
બેગ્લોરમાં એક સપ્તાહ પહેલાં થયેલા સીરીયલ બ્લાસ્ટ બાદ શનિવારે વધુ એક બોમ્બ મળી આવ્યો હતો. બેગ્લોરનાં દક્ષિણ દિશામાં આવેલાં ચન્નપટના વિસ્તારમાંથી મળેલા બોમ્બને પોલીસે નિષ્ક્રિય બનાવી દીધો હતો.

પોલીસ મહાનિર્દેશક આર શ્રીકુમારે જણાવ્યું હતું કે આ બોમ્બની તીવ્રતા ખુબ ઓછી હતી. તેથી તેનાથી વધુ નુકસાન થવાની સંભાવના ઓછી હતી. આ સ્થળ બેગ્લોરથી 70 કિલોમીટર દૂર આવેલ છે.

ઉલ્લેખનીય છે કે ચેન્નપટનામાંથી બેગ્લોર બ્લાસ્ટનાં એક દિવસ પહેલાં પણ બ્લાસ્ટ થયો હતો. જે ઓછી તીવ્રતા વાળો હોવાથી તેને કોઈએ ગંભીરતાથી લીધો નહતો. પણ પોલીસે હવે તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

તો શનિવારે મળેલા બોમ્બને પોલીસ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. અને, તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

વેબદુનિયા પર વાંચો