'મિત્રતા'ના જુદાં-જુદાં સ્વરૂપો

BHIKA SHARMAW.D
કોઇ વ્યક્તિ માટે 'પ્રેમ'ની માફક 'મિત્રતા' પણ એક એવો શબ્દ છે, જે પૂરા વિશ્વમાં બે વ્યકતિ વચ્ચે નિ:સ્વાર્થ રીતે બનેલાં સંબંધોને સૂચવે છે; જ્યારે કે ખરી રીતે આજે બધાંની જીંદગીમાં ફકત એટલો સમય કાઢવો પણ મુશ્કેલ હોય છે કે કોઇ વ્યક્તિ, તેના અંતર્મનની વાતનો ખુલાસો કોઇ પણ રીતે તેની પ્રિય વ્યક્તિ સામે કરી શકે.

ભારતના ઇતિહાસમાં પણ ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતા સિવાય બીજાં અનેકો ઉદાહરણૉ બન્યાં છે, કે જે નિ:સ્વાર્થ મિત્રતાને દર્શાવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશીયોની માફક ભારતમાં પણ 'મિત્રતા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે, અને તે દિવસે યુવાનો ખુલ્લાં મને મોજ-મસ્તી કરે છે. જો કે આજકલ 'મિત્રતા'ના સ્વરૂપ બદલાઈ ગયા છે 'બોય ફ્રેંડ' કે પછી કોઇ 'ગર્લ ફ્રેંડ'ની વાતો પણ કરવામાં આવે છે, જે શહેરોમાં વધુ જોવા મળે છે. અને તેની પાછળ 'સહશિક્ષા' પણ ક્યારેક એક આધાર બને છે.

આની સામે, ગામડાની જીંદગીમાં વધુ કરીને લોકો ખાલી સમયને વીતાવવા એકબીજાને મદદ કરવા માટે પણ એક-બીજાં સાથે 'મિત્રતા' કરે છે. જ્યારે કોઇ પણ વ્યક્તિ માટે તેના બાળપણની મિત્રતાની વાત જ સાવ જુદી હોય છે. સાચી રીતે, જોવા જઈએ તો તે એક એવો નિષ્પક્ષ અને નિશ્ચલ સમય હોય છે કે જે આપણાં અંતરમનમાં ઘણાં વર્ષો સુધી તેની યાદો બની રહે છે. અને તેને યાદ કર્યાં પછી દરેક વ્યક્તિને સુખદ રીતે 'તાજગી' સાથે 'આનંદ' મળે છે.

BHIKA SHARMAW.D
એકંદરે, આજે બધી જગ્યાએ ફ્કત 'પૈસાં'ને જ માન આપતાં અમુક લોકો તેમના 'સ્વાર્થ' પાછળ બીજાં લોકો સાથે મિત્રતા રાખે છે. ખરી રીતે જોવા જઈએ તો આ મિત્ર શબ્દની સીમાની બહાર આવે છે. આજે કોઇ પણ વ્યક્તિને પોતાના સુખ-દુ:ખને વહેંચવા માટે એક સારા મિત્રની જરૂર પડે પડે છે, કે જેને તે પોતાના મનની વાતો કરી શકે. જો કે પરણેલાં લોકો માટે તો તેમનો જીવનસાથી પણ આ બાબતે સહકાર આપી શકે છે.

તે છતાં, કોઇ પણ સ્વરૂપે આ જીવનમાં દરેક વ્યક્તિને એક મિત્રની જરૂર હોય છે. અને છેવટે, આ વાત કહી શકાય છે કે મિત્રતા તેના જુદાં-જુદાં સ્વરૂપોમાં બનેલી હતી, બનેલી છે, અને બનેલી રહેશે.