આજકાલ મોટાભાગના લોકો જંક ફૂડ ખાવુ પસંદ કરે છે પણ તેનો પણ એક યોગ્ય સમય હોવો જોઈએ. ખોટા સમયે ખાવાથી અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેવી રાતના સમયે જો તમે જંક ફૂડ ખાશો તો તમારી હેલ્થ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ થઈ શકે છે. અમેરિકાના એક રિસર્ચરે કહ્યુ છે કે એક સર્વેથી એ જાણ થાય છે એક રાત્રે જંક ફૂડની લાલચને કારણે ઉંઘ ઓછી આવે છે. જે આગળ જતા રાત્રે જંક ફૂડ ખાવાથી તમને ઉંઘ આવવામાં પરેશાની થઈ શકે છે. આ ઉપરાંત જાડાપણુ, ડાયાબિટીસ અને મગજને પણ આ નુકશાન પહોંચાડી શકે છે.
આ ઉપરાંત આ વસ્તુઓ પણ સૂતા પહેલા ન ખાવી જોઈએ...
ચિકન - સૂતા પહેલા ચિકન કે પ્રોટીનવાળો આહાર ખાવાથી બચો. આપણે એ જાણી લેવુ જોઈએ કે ઉંઘ આપણા શરીરની પાચન ક્ષમતા 50 ટકા સ્લો કરે છે અને પ્રોટીનને પચાવવામાં શરીર ખૂબ સમય લે છે. તેથી જો તમે સૂતા પહેલા પ્રોટીન લેશો તો શરીરનુ ધ્યાન સૂવાને બદલે પ્રોટીન્ન પચાવવા પર રહેશે.