યૂલિપ પર રહેશે ઈરડાનો અધિકાર

ભાષા

રવિવાર, 20 જૂન 2010 (15:56 IST)
સરકારે યૂનિટ લિંક્ડ ઇંશ્યોરેંસ પ્રૉડક્ટ્સ (યૂલિપ) પર અધિકારને લઈને બજાર નિયામક સેબી અને વીમા નિયામક ઇરડા વચ્ચે વિવાદને સમાપ્ત કરી દીધો છે. સરકારે એક અધ્યાદેશ જારી કરીને સ્પષ્ટ કરી દીધું છે કે, યૂલિપ વીમા ઉત્પાદન છે અને તેનું નિયમન ઇરડાના અધિકાર ક્ષેત્રમાં રહેશે.

સરકારે કાયદામાં જરૂરી પરિવર્તન માટે અધ્યાદેશ જારી કર્યા બાદ જારી એક વક્તવ્યમાં કહ્યું કે, જીવન વીમા વ્યવસાયમાં દરેક પ્રકારના યૂલિપ અને આ પ્રકારના તમામ ઉત્પાદન શામેલ હશે. તેનાથી યૂલિપ પર અધિકારને લઈને બે નાણાકિય નિયામકો વચ્ચે વિવાદના તમામ મુદ્દાઓ સમાપ્ત થઈ જશે.

સરકારે આ સાથે જ એમ પણ કહ્યું છે કે, નાણા મંત્રી પ્રણવ મુખર્જીની અધ્યક્ષતાવાળી એક ઉચ્ચસ્તરીય સમિતિ આ પ્રકારના મિશ્રિત ઉત્પાદનોથી જોડાયેલા અધિકાર ક્ષેત્રના મુદ્દાઓને નિપટાવશે.

વેબદુનિયા પર વાંચો