ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળામાં બાળકને ત્યજી દેવા મામલે મહત્વનો ખુલાસો સામે આવ્યો છે બાળક શિવાંશ અને સચિન દીક્ષિતનો DNA મેચ થયો ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળામાં બાળકને ત્યજી દેવા મામલે મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. બાળક શિવાંશ સચિન દિક્ષિતનો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે, આ DNA માટે બાળકના દાંતના સેમ્પલ લેવાયા હતા તેમજ સચિન દિક્ષિતના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આરોપી સચિને પોતે પરણિત હોવાની હકીકત છુપાવી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આરોપી સચિન અને મૃતક હિના એક અઠવાડિયું ફતેગંજમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. 21 જૂન 2021થી 30 જૂન 2021 સુધી બંને પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. ફૈઝાન નામના વ્યક્તિએ બંનેને મકાન અપાવ્યું હતું. નોંધનીય છે કે, કોર્ટે આરોપી સચિનના 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
રસોડામાં જે જગ્યાએ મહેંદીની લાશ બેગમાં મૂકીને સંતાડી હતી તે સ્થળે હજુ પણ લોહીના ડાઘ હતા. જ્યારે ડિકમ્પોઝ લાશની દુર્ગંધ હજુ મકાનમાં હતી. પોલીસે આરોપી સચીનને હત્યા સમયે દારૂ પીધો હતો કે કેમ તે અંગે પૂછ્યું હતું. પોલીસે સચિને ક્યાં હત્યા કરી હતી અને લાશને કેવી રીતે બેગમાં પેક કરી સંતાડી હતી તે અંગે પણ પૂછપરછ કરી હતી.