બાળકો માટે કોરોના રસી મુદ્દે સમાચાર
2-18 વર્ષનાં બાળકને રસીની મંજૂરી
DGCIએ કોવેક્સિન રસીની આપી મંજૂરી
બાળકોને કોવેક્સિનનાં બે ડોઝ અપાશે
હવે બાળકોને લાગશે કોવેક્સિન રસી
કોરોના વેક્સિન મુદ્દે મોટા સમાચાર છે. 2 વર્ષથી 18 વર્ષનાં બાળકોને કોવેક્સિન રસી લાગવા માટે મંજુરી મળી છે. ;ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેક અને ICMR એ સાથે મળીને કોવોક્સિન રસી બનાવી છે.
એક તરફ હજુ બીજી લહેર ઘણા વિસ્તારોમાં લોકોને ઝપટે ચડાવી રહી છે, બીજી તરફ કોરોનાની ત્રીજી લહેર નજીક આવી છે. આ લહેરમાં બાળકોને ખતરો વધુ હોવાની વાતથી ચિંતા વધી છે. આ મામલે અલગ અલગ દાવા થઇ રહ્યા છે. ઇન્ડિયન એકેડમી ઓળપેડિએટ્રિક્સ(IAP)એ સલાહ આપી હતી કે બાળકો વયસ્કોની જેમ કોવિડ ઇન્ફેક્શન પ્રત્યે સંવેદનશીલ હોય છે. ત્રીજી લહેર બાળકોને વધુ પ્રભાવિત કરશે તે વાત ખોટી છે. આ મામલે હજુ પૂરતા પુરાવા નથી તેવું IAPનું કહેવું છે