બાંગ્લાદેશે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પ્રથમ વખત અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ કારણથી ભારત તેને હળવાશથી લેવાનો પ્રયાસ કરશે નહીં. ભારતની બેટિંગ શક્તિશાળી છે અને યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કરીને ત્રણ અડધી સદી તથા એક સદી નોંધાવી છે. આ ઉપરાંત તે ટૂર્નામેન્ટમાં સર્વાધિક રન નોંધાવી ચૂક્યોછે. સેમિફાઇનલમાં પાકિસ્તાન સામેની સદીના કારણે ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બોલિંગમાં કાર્તિક ત્યાગી, સુશાંત મિશ્રા, રવિ બિશ્નોઇ તથા અથર્વ અંકોલેકર સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે.
વર્લ્ડકપમાં ભારત બાંગ્લાદેશ સામે જીત્યું છે 3 મેચ
અંડર 19 વર્લ્ડકપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 4 મુકાબલા રમાયા છે. જેમાંથી ભારતનો 3 મેચમાં વિજય થયો છે અને 1 મેચમાં બાંગ્લાદેશની જીત થઈ છે. બંને દેશો વચ્ચે કુલ 23 મેચ રમાઈ છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 18માં જીત મેળવી છે, જ્યારે બાંગ્લાદેશે માત્ર ત્રણ મેચ જીતી છે. બે મેચ વરસાદના કારણે રદ કરી દેવામાં આવી છે.
અંડર 19 વર્લ્ડ કપના કેટલાક ખાસ રેકોર્ડ પર નજર
- ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડકપ સૌથી વધુ (4) વખત જીત્યો છે.