આજે India vs New Zealand સેમીફાઈનલ, મેચ ન રમાઈ તો પણ ભારત પહોંચી જશે વર્લ્ડકપ ફાઈનલમાં

મંગળવાર, 9 જુલાઈ 2019 (10:41 IST)
ભારત અને ન્યુઝીલેંડની વચ્ચે વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમીફાઈનલ 9 જુલાઈના રોજ મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર રમાશે.  આ હરીફાઈમાં બંને ટીમ મૈનચેસ્ટર પહોંચી ચુકી છે. વર્લ્ડ કપ 2019ના લીગ મેચ ખતમ થયા પછી ટીમ ઈંડિયાએ જ્યા આ ટુર્નામેંટની અંકતાલિકામાં ટોપ પર ખતમ કર્યુ છે. તો બીજી બાજુ ન્યુઝીલ્ંડ કિસ્મતના સહારે નંબર ચાર પર રહીને ક્વાલીફાઈ કરી શક્યુ છે. 
 
કંઈ પણ થાય હવે મંગળવારે 9 જુલાઈના રોજ મૈનચેસ્ટરમાં ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે મેચ રમાશે. આ મેચમાં જે ટીમ જીતશે તે સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. પણ ટીમ ઈંડિયા પાસે ફાઈનલમાં પહોંચવાની એક વધુ તક એ પણ છે કે જો મેચ વરસાદને કારણે 9 જુલાઈના રોજ નહી રમાય તો આ માટે રિઝર્વ ડે પણ છે. 9 જુલાઈ પછી બીજા દિવસે 10 જુલાઈના રોજ બંને ટીમ વચ્ચે આ મેદાન પર સેમીફાઈનલ મેચ રમાશે. 
 
જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે છે અને મેચ રમાતી નથી તો ટીમ ઈંડિયા સીધી વર્લ્ડ કપ 2019ના ફાઈનલ માટે ક્વાલીફાઈ કરી જશે.  જી હા આ અમે નથી કહી રહ્યા આ આઈસીસી નિયમ કહી રહ્યા છે. ઉલ્લેખની છે કે જે ટીમ વર્લ્ડ કપમાં પહેલા અને બીજા સ્થાન પર ખતમ કરે છે તેમને આ ફાયદો મળે છે કે લીગ ફૈજમાં વધુ મેચ જીતવાના આધાર પર એ ટીમને સીધા  ફાઈનલમાં ક્વાલીફાઈ કરવાની તક મળે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર