LIVE IND vs BAN WC 2019: ભારતની 4 વિકેટ, ધોની અને રિષભ પંત ક્રિઝ પર

મંગળવાર, 2 જુલાઈ 2019 (18:09 IST)
Ind vs Ban ICC World Cup 2019 India vs Bangladesh Live Cricket Scorecard: આઈસીસી વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે બર્મિધમના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉંડ પર મેચ રમાય રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે પોતાના પ્લેઈંગ ઈલેવનમાં થોડો ફેરફાર કર્યો છે.  ભારતે આ મેચમાં દિનેશ કાર્તિક અને ભુવનેશ્વર કુમારને કેદાર જાધવ અને કુલદીપ યાદવના સ્થાન પર ઉતાર્યા છે. 
 
સ્કોરકાર્ડ જોવા માટે અહી ક્લિક કરો 

-  40 ઓવર સુધી ભારતના 4 વિકેટે 250 રન પૂરા થયા.  રિષભ પંત અને એમ.એસ.ધોની ક્રીઝ પર છે.   
- ટીમ ઈન્ડિયાની ચોથી વિકેટ પડી, હાર્દિક ખાતું ખોલ્યા વગર પેવેલિયન ભેગો થયો છે. 
-  ભારતને ત્રીજો ઝાટકો, કોહલી માત્ર 26 રન બનાવી આઉટ થયો છે. 

- ભારતને બીજો ઝાટકો, રાહુલ 77 રન બનાવી આઉટ

- રોહિત શર્મા 91 બોલમાં 104 રન બનાવીને આઉટ થઈ ગયા. 
 
-  ભારત માટે રોહિત શર્માએ આ વિશ્વકપની ચોથી સદી ફટકારી, તેમના વિશ્વકપમા કુલ 5 સદી થઈ ગઈ છે 
 
- ભારતની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 150થી વધુ રનની ભાગીદારી પુર્ણ કરી લીધી છે.  
 
-કેએલ રાહુલ અને રોહિત શર્મા આ વિશ્વકપમાં સૌથી સારી ઓપનિંગ ભાગીદારી કરી છે.  રોહિત શર્મા સદીના ખૂબ નિકટ છે. 
 
- ભારતીય દાવ શરૂ થઈ ગયો છે. ટીમ ઈંડિયાના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ અને રોહિત શર્મા ક્રીઝ પર રમી રહ્યા છે. 
 
- બંને ટીમના પ્લેઈંગ ઈલેવન 
 
ભારત : વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્રસિંહ ચહલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, રવીન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, રિષભ પંત.
 
બાંગ્લાદેશ : મશરફે મોર્તઝા (સુકાની), તમિમ ઇકબાલ, સૌમ્ય સરકાર, સાકીબ હસન, મુશ્ફીકૂર રહીમ, મહેમૂદુલ્લાહ, શબ્બીર રહેમાન, મહેદી હસન, મોસાડેક હુસૈન, મોહમ્મદ સૈફુદ્દીન, મુસ્તાફિઝુર રહેમાન, રૂબેલ હુસૈન, લિટ્ટન દાસ, અબુ જાયેદ, મોહમ્મદ મિથુન.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર