Bhai Beej - ભાઈબીજ ક્યારે છે 26 કે 27 ઓક્ટોબર 2022ને

સોમવાર, 17 ઑક્ટોબર 2022 (13:39 IST)
Bhai Beej date and time - ગોવર્ધન પૂજાના બીજા દિવસે કાર્તિક શુક્લ દ્વીતીયાને ભાઈબીજનુ તહેવાર હોય છે. ભાઈ બીજનો તહેવાર યમરાજના કારણે થયુ હતુ. તેથી તેને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે. ભાઈ બીજના દિવસે બેન તેમના ભાઈને તેમના ઘરે બોલાવીને તેમને ચાંદલો કરી તેમની આરતી કરે છે અને જમાવે છે. આવો જાણીએ ક્યારે છે ભાઈબીજનો તહેવાર 
 
ભાઈબીજ ક્યારે છે 2022- bhai beej kyare che 
 
દ્વિતીયા તિથિ 26 ઓક્ટોબરે 2 વાગીને 42 મિનિટથી શરૂ થશે અને 27 ઓક્ટોબર 2022ને બપોરે 12 વાગીને 45 મિનિટ પર પૂરી થશે.
 
ભાઈબીજના દિવસે બપોર પછી ભાઈને ચાંદલો અને ભોજન કરાવાય છે અને બપોર પછી યમ પૂજન થાય છે. આ રીતે 26 ઓક્ટોબરે જ ભાઈબીજ રહેશે કારણ કે 27 ઓક્ટોબરને તો દ્વિતીયા તિથિ 12.45 પર પૂરી થઈ જશે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર