મળતી માહિતી મુજબ, સોનીપતના નાથુપુર ગામની રહેવાસી પીડિત મહિલા ભાવનાના લગ્ન લિવાન ગામના રહેવાસી ગૌરવ સાથે ગયા મહિને જ થયા હતા. જ્યારે ભાવના પહેલીવાર હોળીની ઉજવણી કરવા તેના ઘરે આવી હતી. આ દરમિયાન તેનો પતિ તેને મળવા તેના ઘરે પહોંચ્યો હતો અને તેને બાઇક પર ખેતરમાં લઈ ગયો હતો, જ્યાં ગૌરવે તેના પર છરીના ઘા ઝીંક્યા હતા, પરંતુ ભાવના ભાગી જવામાં સફળ રહી હતી અને આ અંગેની જાણ કરવા તેના ઘરે ગઈ હતી. તે જ સમયે, પીડિત મહિલાએ ગૌરવ પર આરોપ લગાવ્યો છે કે તેની ભાભી સાથે તેના અનૈતિક સંબંધો છે, જેના કારણે તેણે આ દુષ્કર્મ કર્યું છે.