હવે 'Bulli Bai' પર મુસ્લિમ મહિલાઓની નીલામીથી મચ્યો બબાલ, કેસ પણ નોંધાયો

સોમવાર, 3 જાન્યુઆરી 2022 (12:49 IST)
સોશિયલ મીડિયા પર હવે એક એપને લઈને બબાલ મચી છે. આ એપનુ નામ બુલ્લી બાઈ છે. આરોપ છે કે આ એપ પર મુસ્લિમ મહિલાઓને લઈને અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે અને તેમની તસ્વીરો અપલોડ કરવામાં આવી છે. એટલુ જ નહી આરોપ છે કે આ તસ્વીરોનો સોદો થઈ રહ્યો છે. મામલામાં ત્યારે બબાલ મચી જ્યારે એક મહિલા પત્રકારની તસ્વીરોને પણ આપત્તિજનક કંટેટ સાથે શેયર કરવામાં આવી રહી છે. આ મામલાને લઈને શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. 
ઉલ્લેખનીય છે કે આરોપ લગાવવામાં આવ્યો છે કે બુલ્લી બાઈ નામના એપ પર મુસ્લિમ મહિલાઓની તસ્વીરો સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. તેને સોશિયલ મીડિયા પર હૈશટેગની જેમ ઉપયોગ કરવામાં આવ્યો છે.  મહિલા પત્રકારે આરોપ લગાવ્યો કે તેની સાથે પણ આવુ કરવામાં આવ્યુ છે. તેણે પોલીસમાં ફરિયાદ પણ કરી છે.  મામલાને ઉઠાવતા શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ શનિવારે કહ્યુ કે હોસ્ટિંગ પ્લેટફોર્મ ગિટહબનો ઉપયોગ કરતા સેકડો મુસ્લિમ મહિલાઓની તસ્વીરોને એક એપ પર અપલોડ કરવામાં આવી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર