મુંબઈમાં છેલ્લા ચાર દિવસમાં 794.8 મિલીમીટર વરસાદ પડ્યો છે. જ્યારે કે દિલ્હીમાં આખા વર્ષમા 762.3 મિલીમીટર વરસાદ થાય છે. મુંબઈમાં વર્સાદ સાથે જોડાયેલ ઘટનાઓમાં અત્યાર સુધી 36 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે કે 100થી વધુ લોકો ઘાયલ છે. મુંબઈ નગરપાલિકા ચીફ પ્રવીણ પરદેશીએ એક નાનકડા સમયમાં મુંબઈમાં આટલા વરસાદનુ કારણ જળવાયુ પરિવર્તન અને ભૌગોલિક સ્થિતિ જવાબદાર ગણાવી છે.
2005ના વરસાદની યાદ થઈ તાજી
26-27 જુલાઈ 2005નનો દિવસ કોઈ મુંબઈવાસી ભૂલી શકે નહી. આ દિવસે શહેરમાં જોરદાર વરસાદથથી આખુ શહેર ડૂબી ગયુ હતુ. આ દિવસે 24 કલાકમાં જ મુંબઈમાં 944.3 mm વરસાદ પડ્યો હતો. જે રેકોર્ડ હતો. વરસાદને કારણે આખુ શહેર જાણે ડુબી ગયુ હોય એવુ થઈ હતુ. અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.