બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર સેસ લાગ્યા પછી લોકોને મોંઘવારીનો પ્રથમ ઝટકો લાગ્યો છે. દેશમાં આજથી પેટ્રો 2.50 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 2.30 રૂપિયા પ્રતિ લીટર મોંઘી થઈ ગયુ છે. શુક્રવારે નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન પેટ્રોલ ડીઝલ પર 2 રૂપિયા પ્રતિ લીટરના દરેક એક્સાઈઝ ડ્યુટી અને રોડ ઈંફ્રાસ્ટ્રકચર સેસ વધારવાનુ એલાન કર્યુ હતુ. સરકારે દાવો કર્યો હતો કે આ વધારાથી સરકારના ખજાનામાં 28000 કરોડની આવક થશે.
આવો જાણીએ દેશના મુખ્ય ચાર શહેરોમાં પેટ્રોલનો આજનો ભાવ
દિલ્હી - સૌથી પહેલી વાત રાજધાની દિલ્હીની. દિલ્હીમાં આજે પેટ્રોલની કિમંત વધીને 72 રૂપિયા 96 પૈસા પ્રતિ લીટર થઈ ગઈ ક હેહ્ દિલ્હીમાં ડીઝલની કિમંત 66.69 રૂપિયા પ્રતિ લીટર થએ ગઈ છે.