રાહુલ દ્રવિડ ટીમ ઈંડિયાના હેડ કોચ બનવા થયા તૈયાર, ટી-20 વર્લ્ડ કપ પછી સાચવશે જવાબદારી

શનિવાર, 16 ઑક્ટોબર 2021 (11:21 IST)
ભારતના પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડ ટીમ ઈંડિયાના હેડ કોચ બનવા તૈયાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે તાજેતમાં જ શ્રીલંકા વિરુદ્ધ લિમિટેદ ઓવરની શ્રેણીમાં તેઓ ટીમ ઈંડિયા સાથે હેડ કોચના રૂપમાં જોડાયા હતા. વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી 20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે. ટી 20 વર્લ્ડકપ બાદ દ્રવિડ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળી શકે છે. ટી 20 વર્લ્ડ કપમાં ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે અભિયાનની શરૂઆત કરશે. વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડ કપ બાદ ટી 20 કેપ્ટનશિપ છોડવાની પણ જાહેરાત કરી છે.

 
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા સૂત્રોએ કહ્યું કે દ્રવિડે કોચ બનવા માટે પોતાની મંજુરી આપી દીધી છે. તેમણે કહ્યું કે આનાથી વધુ સારું કંઈ હોઈ શકે નહીં. વિક્રમ બેટિંગ કોચ બન્યા રહેશે. તેમના સિવાય અન્ય પદો પર પણ ધ્યાન રાખવામાં આવશે. ભારતીય ટીમ હવે પરિવર્તનના માર્ગ પર છે. ઘણા યુવા ખેલાડીઓએ આમાં ભાગ લેવાના છે. તે બધાએ દ્રવિડ સાથે કામ કર્યું છે. ભારતીય ક્રિકેટ માટે આ ખૂબ મહત્વનું બની શકે છે.
 
રાહુલ દ્રવિડ હંમેશાથી જ બીસીસીઆઈની પસંદગી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, બીસીસીઆઈના સચિવ જય શાહ અને પ્રમુખ સૌરવ ગાંગુલીએ પૂર્વ કેપ્ટન સાથે બેસીને વાતચીત કરી હતી. બધુ સારુ રહ્યુ. દ્રવિડે હંમેશા ભારતીય ક્રિકેટના હિતને ટોચ પર રાખ્યુ છે. તેથી વસ્તુઓ સરળ બની. જ્યારે રાહુલ દ્રવિડ જેવો ખેલાડી ટીમ ઇન્ડિયાને માર્ગદર્શન આપશે, ત્યારે ટીમ ઇન્ડિયા વધુ સારું કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર