ધોનીના ઈંટરનેશનલ રિટાયરમેંટના લગભગ 3 વર્ષ પછી બોર્ડે આ નિર્ણય લીધો છે. ઈંડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ, BCCI એ જણાવુયુ કે ધોનીએ પોતાના સંપૂર્ણ કરિયરમાં જે નંબરની ટી શર્ટ પહેરી હતી તેને હવે રિટાયર કરવાનો નિર્ણય લીધોછે.
ધોનીની નંબર 7 જર્સી હંમેશા માટે રિટાયર
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ ઈંટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તે ટેસ્ટમાંથી 2014માં જ સંન્યાસ લઈ ચુક્યા હતા. આ રિપોર્ટમાં એવુ બતાવ્યુ હતુ કે ધોનીની નંબર 7 જર્સીને કોઈ અન્ય ભારતીય ક્રિકેટરને ક્યારેય અલોટ નહી કરવામાં આવે.
ધોનીએ 2 વર્લ્ડ કપ જીતાવ્યા એક વાર ચેમ્પિયંસ ટ્રોફી પણ જીતી
ધોનીનો જન્મ ઝારખંડના રાંચીમાં થયો હતો. ધોનીએ પોતાની કપ્તાનીમાં દેશને 2007માં ટી-20 અને 2011માં વનડે વર્લ્ડ કપ ઉપરાંત 2013માં ચેમ્પિયંસ ટ્રોફી જીતાવી છે. ડિસેમ્બર 2014માં તેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેંટ લીધુ હતુ.
90 ટેસ્ટ 350 વનડે અને 98 ટી-20 વનડે રમી
ધોનીએ 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી20 રમ્યા છે. તેમા તેમણે 4,876, 10,773 અને 1617 રન બનાવ્યા છે. ધોનીએ IPL માં અત્યાર સુધી 190 મેચમાં 4,432 રન બનાવ્યા છે. તેમની કપ્તાનીમાં CSK એ સતત બે વાર 2010 અને 2011 માં IPL નો ખિતાબ જીત્યો હતો.
રમતમાં જર્સીને રિટાયર કરવાની જૂની પરંપરા
દિગ્ગજ ખેલાડીઓના જર્સી નંબરને રિટાર કરવાની રમતજગતમાં જૂની પરંપરા રહી છે. ઈટાલિયન ફુટબોલ લીગ સીરી એ ક્લબ નેપોલીમાં કોઈ પણ ખેલાડી 10 નંબરની જર્સી પહેરતો નથી, કારણ કે ડિએગો મારાડોના તે પહેરતા હતા. મારાડોનાએ એકલાના દમ પર 1987 અને 1990માં લીગ ટાઈટલ જીતાવ્યુ હતુ