Year Ender 2023: કોણ છે વર્ષ 2023નો બેસ્ટ કપ્તાન ? આ સ્ટારે રોહિત શર્માને છોડ્યો પાછળ

ગુરુવાર, 7 ડિસેમ્બર 2023 (14:52 IST)
Become Best Captain Of The Year 2023: વર્ષ 2023 ક્રિકેટની દુનિયા માટે મિશ્રિત રહ્યું છે, પરંતુ આ વર્ષ ભારત માટે ખૂબ જ કડવી યાદો છોડીને જઈ રહ્યું છે, જો કે, જો દુનિયાના નજરે જોવામાં આવે તો, અમારી ટીમે આ વર્ષે અન્ય ટીમોની તુલનામાં ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું છે. 
 
સર્વશ્રેષ્ઠ કપ્તાનની રેસમાં પાછળ રહી ગયો રોહિત શર્મા 
 
આ એક જુદી વાત છે કે કેપ્ટન રોહિત શર્માના પ્રશંસનીય નેતૃત્વ છતાં ભારતીય ટીમ આ વર્ષનો ICCનો મોટો ખિતાબ જીતી શકી નથી. આ વખતે પોતાની તમામ તાકાત લગાવવા છતાં કેપ્ટન રોહિત શર્મા સર્વશ્રેષ્ઠની રેસમાં દુર્ભાગ્યવશ પાછળ રહ્યો.  
 
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બન્યા સર્વશ્રેષ્ઠ કપ્તાન 
આશ્ચર્યની વાત એ છે કે, 2023 માટે સર્વશ્રેષ્ઠ કપ્તાનનો ખિતાબ રોહિત શર્માને નહીં, પરંતુ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સને જાય છે, જેમણે કેપ્ટન તરીકેની બાગડોર સંભાળીને પોતાની ટીમને એક નવા સ્તરે પહોંચાડી હતી. તેમની નિમણૂકથી ટીમની કમાન કોઈ ફાસ્ટ બોલરને સોંપવામાં આવી, જે ભાગ્યે જ જોવા મળે છે. તેમ છતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આ નિર્ણયથી અપેક્ષા કરતા સારા પરિણામો મળ્યા.
 
રોહિત શર્માની તુલનામાં ઓછી રહી જીતની ટકાવારી  
30 વર્ષની વયે કમિસે ન ફક્ત બોર્ડનો વિશ્વાસ જીત્યો પણ ઓસ્ટ્રેલિયાને મહત્વપૂર્ણ જીત પણ અપાવી. તેમની કત્પાની હેઠળ ટીમે ડબ્લ્યુટીસી (WTC) ખિતાબ હાસિલ કર્યો. એશેજ પર પોતાનો પ્રભાવ બનાવ્યો અને વિશ્વકપ ટ્રોફી પર વિજેતાના રૂપમાં કબજો કર્યો. જેનાથી તેઓ વૈશ્વિક ક્રિકેટમાં એક અસાધારણ વ્યક્તિ બની ગયા. જો કે 2023 માં કમિંસની જીતની ટકાવારી રોહિત શર્માની તુલનામાં થોડી ઓછી હતી. પણ મુખ્ય આઈસીસી ખિતાબોમાં તેમના સંગ્રહએ તેમને વર્ષનો સર્વશ્રેષ્ઠ કપ્તાનનો ખિતાબ અપાવી દીધો. 
 
પૈટ કમિંસનુ ક્રિકેટ કરિયર 
 
કમિંસે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં કુલ 193 મેચ રમી છે. જેમા 158 દાવમાં 1708 રન છે. જેમા બે હાફ સેંચુરીનો સમાવેશ છે. એક બોલરના રૂપમાં તેમણે આ મેચોની 239 રમતમાં 435 વિકેટ લીધી છે. જેનથી ક્રિકેટ જગતમાં એક અસાધારણ પ્રદર્શન કરનારા ખેલાડીના રૂપમા તેમની સ્થિતિ મજબૂત થઈ છે. 
 
2023માં વર્લ્ડ કપ દરમિયાન તેમની નેતૃત્વ ક્ષમતાઓ સામે આવી, જેના કારણે તેને મેદાન પર પોતાની કુશળતા દર્શાવવાની મોટી તક મળી. કમિંસના માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયન સુકાનીની સફળતા, ખાસ કરીને પ્રતિષ્ઠિત ICC ખિતાબ, કમિન્સને નેતૃત્વની સિદ્ધિઓમાં મોખરે લાવ્યા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર