- આ અગાઉ ભારતના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા સિડનીમાં ચોથી ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારતા ચુકી ગયા. પણ તેમણે એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પુજારા ઓસ્ટ્રેલિયામાં કોઈ શ્રેણી દરમિયાન સૌથી વધુ બોલ રમનાર મહેમાન બેસ્ટમેન બની ગયો છે. ચેતેશ્વર પુજારાએ 90 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. સિડની ટેસ્ટમાં તેની 193 રનની ઈનીંગ દરમિયાન આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
સિડની ટેસ્ટના પહેલા દિવસે પહેલી ઇનિંગની શરૂઆતમાં ભારતે 4 વિકેટે 303 રન બનાવી લીધા હતા, આજે બીજા દિવસની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાને માત્ર એક વિકેટ હનુમા વિહારીની મળી શકી છે મેચમાં ભારત તરફથી મયંક અગ્રવાલે સારી શરૂઆત અપાવતા 77 રન ફટકાર્યા હતા. બાદમાં વિરાટ કોહલીએ 23 રન, રહાણેએ 18 રન અને હનુમા વિહારીએ 42 રન બનાવ્યા હતા, જોકે, મેચમાં ફરી એકવાર કેએલ રાહુલ મોટો સ્કૉર કરવામાં નિષ્ફળ રહ્યો હતો, તે માત્ર 9 રન જ બનાવી શક્યો હતો.