પાકિસ્તાનની ટીમ 172 રન પર ઓલઆઉટ થઈ ગયુ છે. સુશાંત મિશ્રાએ પાકિસ્તાનના અંતિમ બેટ્સમેન આમિર અલીને 1 રન પર આઉટ કર્યો. ભારત માટે સુશાંત મિશ્રાએ ત્રણ જ્યારે કે કાર્તિકએ બે વિકેટ લીધી. ભારતે ફાઈનલમાં પહોંચવા માટે 173 રન બનાવવા પડશે. પાકિસ્તાને પોતાની અંતિમ 6 વિકેટ માત્ર 26 રનની અંદર ગુમાવી દીધી.