મારી પાસે થોડાક જ વર્ષ બચ્યા છે - વિરાટ કોહલીએ આવુ કેમ કહ્યુ ?

સોમવાર, 22 ઑક્ટોબર 2018 (10:18 IST)
મારી પાસે થોડાક જ વર્ષ બચ્યા છે - વિરાટ કોહલીએ આવુ કેમ કહ્યુ ?
 
ભારત અને વેસ્ટઈંડિઝ વચ્ચે પાંચ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચ રવિવારે ગુવાહાટીના બર્સાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ. ભારતે 323 રનના લક્ષ્યને ખૂબ જ શએલાઈથી માત્ર બે વિકેટ ગુમાવીને મેળવી લીધો. 107 બોલ પર 140 રન મારનારા કપ્તાન વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ તરીકે પંસદગી પામ્યા. તેમણે મેચ પછી કેટલીક ચોકાંવનારી વાતો કરી. 
વિરાટે મેચ પછી કહ્યુ, આ રમતની મજા લેવા માટે મારા કેરિયરમાં થોડાક જ વર્ષ બચ્યા છે. દેશ માટે રમવુ ગર્વની વાત છે. તમે કોઈપણ મેચને હળવેથી લેવાની ભૂલ નથી કરી શકતા. તમારે આ રમત સાથે ઈમાનદાર થવુ પડે છે. અને ત્યારે તમને આ રમતના બદલામાં કશુ મળે છે. હુ બસ આ જ કરવા માંગુ છુ અને આ જ મારા બેસિક વિચાર છે. 
 
તેમણે આગળ કહ્યુ,તમે ભારત માટે રમી રહ્યા છો અને ઘણા લોકોને આવી તક મળતી નથી. આ મુશ્કેલ થાય છે જ્યારે વેસ્ટઈંડિઝ જેવી ટીમ આવી બેટિંગ કરે છે. હુ બેટિંગ પર ખુશ નથી થવા માંગતો. પણ હા અમે તેનાથી સારી બોલિંગ કરી શકતા હતા.. ખાસ કરીને અંતિમ ઓવરોમાં. આ મેચ દ્વારા આ જ અમે શીખ મેળવી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર