IND vs NZ 1st Test Live: સરફરાજ ખાને મારી ટેસ્ટ કરિયરની પોતાની પહેલી સદી, પંત પણ ક્રીજ પર

શનિવાર, 19 ઑક્ટોબર 2024 (10:11 IST)
Live Cricket Score Today, IND vs NZ 1st Test Day 4: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે યજમાન ટીમની નજર લીડ પર રહેશે. બીજી તરફ સરફરાઝ ખાન હવે સદી તરફ આગળ વધી રહ્યો છે અને તેની પાસેથી મોટી ઇનિંગ્સ રમવાની આશા રાખવામાં આવશે.
 
IND vs NZ 1st Test Live: સરફરાઝ ખાને પોતાના ટેસ્ટ કરિયરની પહેલી સદી ફટકારી 

 
ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાને શાનદાર બેટિંગ કરી અને પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી. સરફરાઝે ચોથા દિવસે 70 રનથી આગળ રમવાનું શરૂ કર્યું અને આક્રમક બેટિંગ કરી. સરફરાઝની સદીની મદદથી ભારતે બીજા દાવમાં ત્રણ વિકેટે 274 રન બનાવ્યા છે અને હાલમાં તે ન્યૂઝીલેન્ડથી 82 રનથી પાછળ છે. તેની સદી ફટકારતાની સાથે જ સરફરાઝે ખુશીથી ઉછળીને પોતાની ઇનિંગ સેલીબ્રેટ કરી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર