Paris Olympics 2024: ભારતીય પુરુષ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024ની શાનદાર જીત સાથે શરૂઆત કરી છે. આ રોમાંચક મેચમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી શૂટ આઉટની છેલ્લી 2 મિનિટમાં ગોલ કરીને ટીમની જીત પર મહોર મારી હતી. આ મેચમાં બંને ટીમો તરફથી ઘણી આક્રમક રમત જોવા મળી હતી પરંતુ અંતે ભારતીય હોકી ટીમ 3-2થી મેચ જીતવામાં સફળ રહી હતી. આ જીત સાથે ભારતના ખાતામાં હવે 3 પોઈન્ટ થઈ ગયા છે, જ્યારે તેની આગામી ગ્રુપ મેચ 29મી જુલાઈએ આર્જેન્ટિના સામે થશે.
પ્રથમ બે ક્વાર્ટરમાં સ્કોર 1-1થી બરાબર હતો.
જો આ મેચની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં 8મી મિનિટે ન્યૂઝીલેન્ડ માટે લાના સેમે ગોલ કરીને પોતાની ટીમને 1-0થી આગળ કરી દીધી હતી. આ પછી, પ્રથમ ક્વાર્ટરના અંત સુધી, કિવી ટીમ મેચમાં 1-0થી આગળ હતી. બીજા ક્વાર્ટરની શરૂઆત સાથે, ભારતીય ટીમે આ મેચમાં પહેલો ગોલ 24મી મિનિટે કર્યો હતો જે મનદીપ સિંહ તરફથી આવ્યો હતો અને મેચ 1-1ની બરાબરી પર રહી હતી. બીજા ક્વાર્ટરના અંતે મેચ સંપૂર્ણપણે ટાઈ રહી હતી.
વિવેક સાગરે લીડ અપાવી અને કીવી ટીમે બરાબરી કરી
આ મેચમાં ભારતીય ટીમનો ત્રીજો ગોલ મેચના ત્રીજા ક્વાર્ટરમાં થયો જ્યારે વિવેક સાગરે ગોલ કરીને ટીમને 2-1થી આગળ કરી દીધી. આ પછી કિવી ટીમ તરફથી ખૂબ જ આક્રમક રમત જોવા મળી હતી જેમાં સિમોન ચાઈલ્ડે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને પોતાની ટીમને મેચમાં 2-2ની બરાબરી પર લાવી હતી.
આ પછી, જ્યારે ચોથા ક્વાર્ટરમાં રમતની છેલ્લી 2 મિનિટ બાકી હતી, ત્યારે ભારતને પેનલ્ટી શૂટની તક મળી જેમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને ત્રીજો ગોલ કર્યો અને ભારતે મેચ 3-2થી જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.