Paris Olympics 2024: ભારતીય પુરુષ ટીમે તીરંદાજીમાં કરી કમાલ, સીધા પહોચ્યા ક્વાર્ટર ફાઇનલમાં

ગુરુવાર, 25 જુલાઈ 2024 (21:11 IST)
indian archery team
Paris Olympics 2024:  પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ તીરંદાજીમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે અને ટીમ ઈવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારત તરફથી ધીરજ બોમ્માદેવરા, તરુણદીપ રાય, પ્રવીણ જાધવે સારી રમત રમી અને સચોટ નિશાન તાક્યું. 

 
ત્રીજા નબર પર રહી ભારતીય પુરુષ ટીમ  
ભારતીય પુરુષ ટીમ તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં ત્રીજા સ્થાને રહી છે. ટીમે કુલ 2013 રન બનાવ્યા છે. ભારત માટે ધીરજ બોમ્માદેવરાએ 681 વ્યક્તિગત સ્કોર, તરુણદીપ રાયે 674 વ્યક્તિગત સ્કોર, પ્રવીણ જાધવે 658 વ્યક્તિગત સ્કોર હાંસલ કર્યો છે. જેના કારણે ભારતનો કુલ સ્કોર 2013 થઈ ગયો છે અને ભારતીય પુરુષ ટીમને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મળી ગયું.  
 
રિપબ્લિક ઓફ કોરિયાની ટીમ નંબર વન પર છે. ટીમે 2049નો સ્કોર કર્યો છે. ફ્રાન્સની ટીમ 2025ના સ્કોર સાથે બીજા ક્રમે રહી હતી. ચીને 1998નો સ્કોર કર્યો. ચીનની ટીમ ચોથા નંબર પર છે. હવે તીરંદાજીમાં ભારત, રિપબ્લિક ઓફ કોરિયા, ફ્રાન્સ અને ચીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવી લીધુ છે. 
 
તીરંદાજીના રેન્કિંગ રાઉન્ડમાં પુરુષોની ટીમોના સ્કોર: 
દક્ષિણ કોરિયા - 2049 પોઈન્ટ
ફ્રાન્સ - 2025 પોઈન્ટ
ભારત - 2013 અંક
ચીન - 1998
 
ભારતના પુરૂષ તીરંદાજોના વ્યક્તિગત સ્કોર: 
બોમ્માદેવરા ધીરજ (681 પોઈન્ટ) – ચોથું સ્થાન
તરુણદીપ રાય (674 પોઈન્ટ) – 14મું સ્થાન
પ્રવીણ જાધવ (658 પોઈન્ટ) – 39મું સ્થાન

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર