કોરોના દરદીઓના નોર્મલ ઈંજેક્શન લગાવીને રેમડેસિવિર ચોરી લેતી હતી નર્સ, પ્રેમી પાસે બ્લેકમાં વેચાવતી હતી

શનિવાર, 24 એપ્રિલ 2021 (11:30 IST)
વધતા કોરોના સંક્રમણ વચ્ચે  મધ્યપ્રદેશમાં રેમેડિસવીરના ઇન્જેક્શનને લઈને પ્રેમી-પ્રેમિકાની એક વિચિત્ર ન્યુઝ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ભોપાલની જે.કે. હોસ્પિટલની નર્સ કોરોના દર્દીઓને સામાન્ય ઇન્જેકશન આપતી હતી અને રેમેડિસવીરના ઈન્જેક્શનની ચોરી કરતી હતી અને આ ઈંજ્કેશન બોયફ્રેન્ડ દ્વારા બ્લેકમાં વેચાવતી હતી.
 
ઈંજેક્શનના બ્લેક માર્કેટિંગને લઈને જ્યારે કોલાર પોલીસે એક યુવકની ધરપકડ કરી ત્યારે આ અજબ પ્રેમની ગજબ કહાનીનું સત્ય બહાર આવ્યું. પોલીસે જણાવ્યું કે ગિરધર કોમ્પ્લેક્સ, દાનિશકુંજમાં રહેતા ઝલકન સિંહની ગર્લફ્રેન્ડ શાલિની જેકે હોસ્પિટલની નર્સિંગ સ્ટાફ છે. જો કે આરોપી નર્સ હજુ પણ ફરાર છે
 
આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું  કે તેની ગર્લફ્રેન્ડ રેમડેસિવીરની ઈન્જેક્શન જગ્યાએ દર્દીને બીજુ નોર્મલ ઈન્જેક્શન લગાવી દેતી હતી.  તેને બચાવીને તે આ ઈંજ્કેશન તેના પ્રેમીને આપી દેતી હતી.  પ્રેમી આ ઇન્જેક્શન 20 થી 30 હજાર રૂપિયામાં વેચતો હતો. આરોપીએ જણાવ્યું કે તેણે જે.કે  હોસ્પિટલના જ ડોક્ટર શુભમ પટેરિયાને પણ 13 હજાર રૂપિયામાં ઈન્જેક્શન વેચ્યું છે.  જેનુ પેમેંટ તેને ઓનલાઇન કરવામાં આવ્યુ હતુ. 
 
દર્દીના પરિવારે આપી ઓફિસરને માહિતી 
 
સૂત્રોનુ કહેવુ છે કે જેકે હોસ્પિટલમાં એડમિટ એક દર્દીના પરિવાર સાથે ઝલકને ઈંજેક્શનનો સોદો કર્યો હતો. કિમંતને લઈને ખીંચતાણ થતી રહી અને આ દરમિયાન જ દરદીનુ મોત થઈ ગયુ. આ વાતથી નારાજ પરિવારે રેમડેસિવિરની બ્લેકમાર્કેટિંગની સૂચના ગુપ્ત રીતે પોલીસ ઓફિસર સુધી પહોચાડી. 
 
ત્યારબાદથી ઝલકન પર નજર રાખવામાં આવી રહી હતી.તેના ખિસ્સામાં ઈંજેક્શન હોવાની ચોક્કસ ખાતરી મળ્યા પછી તત્કાલ તેની ઘેરાબંદી થઈ અને પોલીસે તેને પકડી લીધો. 
 
રાસુકા લગાવી, પ્રેમિકા ફરાર 
 
પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 389, 269, 270 સહિત અન્ય કલમોમાં ગુનો નોંધ્યો છે. આ મામલે અન્ય આરોપી શાલિની વર્માની શોધ કરવામાં આવી રહી છે. આ કેસમાં DIG ઇરશાદ વાલીએ કહ્યુ હતું કે જીવન રક્ષક ઇન્જેક્શન્સની કાળાબજારી રોકવા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. શહેરમાં આ માટે ધરપકડ કરવામાં રહી છે. આવા બધા આરોપીઓ પર રાસુકા લગાવવામાં આવશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર