મોરબીમાં ડૉક્ટરને ધમકી, 'મારા પિતાને રેમડેસિવિર આપો નહિતર મારી નાખીશ'

મંગળવાર, 13 એપ્રિલ 2021 (16:57 IST)
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર મોરબી સિવિલ હૉસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઑફિસરને એક અજાણી વ્યક્તિએ ફોન કરીને ધમકી આપી કે જો તેમના પિતાને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં નહીં આવે તો તે ડૉક્ટરને મારી નાખશે.
 
મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડૉ. કાંતિલાલ સરદાવાએ ફરિયાદ નોંધાવી હતી.
 
ડૉ. કાંતિલાલની ફરિયાદ પ્રમાણે રવિવારે રાત્રે નવ વાગ્યે ફોન કરી એક અજાણી વ્યક્તિએ રેમડેસિવિર ઇન્જેક્શનની માગણી કરી હતી.
 
ફોન પર રહેલી વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેના પિતાજી હાલ જામનગરની હૉસ્પિટલમાં છે અને તેમને રેમડેસિવિર ઇન્જેક્શનની તાત્કાલિક જરૂર છે.
 
ત્યારબાદ વ્યક્તિએ ડૉક્ટરને ધમકી આપી કે જો તેમના પિતાને રેમડેસિવિર ઇન્જેક્શન ન મળ્યાં અને કાંઈ થયું તો તે ડૉક્ટરને મારી નાખશે.
 
પોલીસે હાલ આ કેસમાં તપાસ કરી રહી છે અને જે વ્યક્તિએ કોલ કર્યો હતો તેને ટ્રેસ કરી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર