સુરત શહેરના ટેક્સટાઈલ માર્કેટ માટે કોરોનાની નવી ગાઈડ લાઇન જાહેર

શુક્રવાર, 10 જુલાઈ 2020 (12:13 IST)
સુરત શહેરના ટેક્સટાઈલ માર્કેટ માટે કોરોનાની નવી ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં 100 દુકાનોવાળી માર્કેટમાં 2 કેસ, 500 દુકાનોવાળી માર્કેટોમાં 5 કેસ અને 500થી વધુ દુકાનોવાળી માર્કેટમાં કોરોનાના 10 કેસ મળશે તો 14 દિવસ માટે માર્કેટ સીલ કરાશે. સુરત મહાનગર પાલિકા દ્વારા ટેક્સટાઈલ માર્કેટ માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ નોશ ઉપરાંત સેનિટાઈઝરનો ફરજિયાત ઉપયોગ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત માર્કેટ સોમવારથી શુક્રવાર જ ચાલુ રાખી અને શનિવાર અને રવિવારે માર્કેટ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. મહાનગર પાલિકા દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઈનમાં 100 દુકાન ધરાવતી માર્કેટ હોય તેમાં બે કે તેથી વધુ કોરોના પોઝિટિવ કેસ આવે તો માર્કેટ તાત્કાલિક બંધ કરી દેવામાં આવશે. જ્યારે 500 દુકાન સુધીની માર્કેટમાં પાંચ અને 500થી વધુ દુકાનવાળી માર્કેટમાં 10 કે તેથી વધુ કેસ આવે તો માર્કેટ 14 દિવસ બંધ કરવામાં આવશે. મહાનગર પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈજ લાઈનનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો, તેનો અમલ કરવામાં ન આવે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે માર્કેટ પણ બંધ કરાવી દેવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર