જ્યોતિષમાં બધા ગ્રહો માટે જુદા જુદા વૃક્ષ બતાવ્યા છે. આ વૃક્ષોની વિધિ-વિધાનથી પૂજા કરતા કુંડળીમાં સ્થિત બધા નવ ગ્રહોના દોષ દૂર થાય છે. જો તમે વિધિપૂર્વક પૂજા ન કરી શકો તો રોજ ફક્ત એક તાંબાનો લોટો જળ તમારી રાશિ સાથે સંબંધિત વૃક્ષમાં ચઢાવો. આવુ કરતા પણ તમને સકારાત્મક ફળ પ્રાપ્ત થશે. જળ ચઢાવવા માટે તાંબાના લોટાનો ઉપયોગ કરવો જોઈએ.
શનિની સાઢેસાતી ઢૈય્યા રાહુ-કેતુ ના દોષ કાલસર્પ દોષ કે પિતૃ દોષ હોય તો આ ઉપાય કરો
નિયમિત રૂપે બ્રહ્મમુહુર્તમાં ઉઠો.. નિત્યકર્મથી નિવૃત્ત થઈને પવિત્ર થઈ જાય ફરી કોઈપણ શિવ મંદિર જાવ. રોજ શિવજીનો વિધિ વિધાનથી પૂજન કરો. જો વિધિવત પૂજન કરવામાં અસમર્થ છે તો રોજ તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરો અને તેમા થોડા કાળા તલ નાખી દો. હવે આ જળને શિવલિંગ પર ૐ નમ: શિવાય મંત્ર જાપનો સાથ ચઢાવો.. ધ્યાન રાખો કે શિવલિંગ પર જળ પાતળી ધારથી ચઢાવો અને મંત્રનો જાપ કરતા રહો.