'મર્દાની' 70 વૃદ્ધાએ જીવના જોખમે મગર સાથે કરી ફાઇટ, સારવાર દરમિયાન મહિલાનું નીપજયું મોત

ગુરુવાર, 19 માર્ચ 2020 (14:24 IST)
ગુજરાતમાં આવેલું વડોદરા શહેર મગરોની નગરી તરીકે પણ જાણિતું છે. અહીં વિશ્વામિત્રી નદીમાં મગરોની ખૂબ મોટી સંખ્યા છે. અવાર નવાર મગરો શહેરમાં આવી જતા હોવાની ઘટનાઓ સમાચારોમાં આવતી રહે છે ત્યારે બુધવારે વાઘોડીયા તાલુકાના ગોરજ ગામ પાસેથી પસાર થતી દેવ નદીમાં કપડા ધોઈ રહેલી 70 વર્ષીય વૃદ્ધા પર અચાનક નદીમાંથી મગરે તડારાપ મારી શિકાર બનાવતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે. 
 
મળતી માહિતી અનુસાર વાઘોડીયા તાલુકાના ગોરજ ગામમાં રહેતા જવારાબેન લક્ષ્મણભાઈ પરમાર ઉ. 70 આશરે દેવ નદીમાં કપડા ધોઇ રહ્યા હતા ત્યારે અચાનક કપડા ધોઇ રહેલી વૃદ્ધાને મગરે પોતાના મોઢામાં દબોચી લઇ પાણીમાં ખેંચી ગયો હતો પરંતુ મહિલાએ મગરનો હિંમતભેર સામનો કરી અંત સુધી લડી હતી અને બૂમાં બુમ કરી મદદ માટે બુમો પાડી હતી.
 
ત્યારે નદી કિનારે ઉભા રહેલા નગરજનોને મહિલાની બૂમો કાને પડતાં નદી કિનારે દોડી આવી નદીમાં વૃદ્ધાને બચાવવા માટે છલાંગ લગાવી હતી પરંતુ આ મર્દાની વૃદ્ધા પણ મગરના મોઢામાં હોવા છતાં હિંમતભેર પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગામના કાળુભાઈ દીપાભાઈ,વિનોદ અમરતભાઈ, ગણપત શંકરભાઈ એ પણ પોતાની હિમ્મત તેમજ જીવની પરવા કર્યા વિના મહિલાને બચાવવા માટે નદીમાં પડી બચાવી લીધી હતી. હાલમાં મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર