ટૉમેટો પરાંઠા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તેથી તમે બનાવીને લંચ કે ડીનર બન્નેમાં સર્વ કરી શકો છો. જાણો રેસીપી ટૉમેટો પરાંઠા એક ખૂબ સરળ રેસીપી છે. જે તમે બનાવીને લંચ કે ડીનરમાં ખાઈ શકો છો. તેન બનાવીને તમે બાળકને ટીફીનમાં પણ આપી શકો છો. તેને બનાવવામાં ખૂબ ઓછુ સમય લાગે છે. જો તમે બહારથી આવ્યા છો અને તમને કઈક વધારે બનાવવાનો મન નથી કરી રહ્યો હોય તો તમે ઓછા સમયમાં ટૉમેટો પરાંઠા બનાવીને સૉસ સાથે ખાઈ શકો છો.
- ટૉમેટો પરાંઠા બનાવવા સૌથી પહેલા એક વાસણમાં ટમેટાને સારી રીતે છીણી લો.
- જ્યારે ટમેટા છીણી જાય તો તેને એક વાસણમાં કાઢી લો.
- હવે એક વાસણમાં મેંદા ટમેટા, મીઠું, જીરું, ધાણા પાવડર, લાલ મરચાનો પાઉડર, ચાટ મસાલા, કાળા મરીનો પાવડર અને સમારેલી કોથમીર નાંખો અને બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.
- હવે બધી વસ્તુઓ મિક્સ થઈ જાય તો મેંદાનો લોટ બાંધી લો.
- હવે બંધાયેલા મેંદોના લોટને 5-6 મિનિટ મૂકી દો.
- હવે બીજી બાજુ એક પેનને ગૈસ પર ગર્મ કરો.
- જ્યારે પેન ગર્મ થઈ જાય તો પરાંઠાને કોઈ પણ આકારમાં વળીને ઘીથી શેકવું અને ગરમ-ગરમ સૉસ સાથે સર્વ કરો.