દારૂબંધીના ધજાગરા - 31મી ડિસેમ્બરે ગુજરાતમાં દારૂની રેલમછેલ

શનિવાર, 1 જાન્યુઆરી 2022 (21:20 IST)
ગુજરાત પોલીસે થર્ટી ફર્સ્ટ નિમિત્તે ઠેકઠેકાણે નાકાબંધી તેમજ પીધેલાઓને પકડવાની ઝુંબેશ ઉપાડી હોવા છતાં અનેક લોકોએ દારૂની મહેફિલ માણી હતી.
 
વડોદરા પોલીસ કમિશ્નરે અગાઉથી જ ચેતવણી આપી હતી કે ટેરેસ ઉપર લોકો પાર્ટી માટે ભેગા નહીં થઈ શકે અને પોલીસ ડ્રોન તેમજ પેટ્રોલિંગ દ્વારા નજર રાખશે. આમ છતાં કેટલાક લોકો એ ટેરેસ પર દારૂની મહેફિલ માણી હોવાના કિસ્સા બહાર આવ્યા છે.
 
ન્યુ અલકાપુરી વિસ્તારમાં ગઈ મોડી રાત્રે લક્ષ્મીપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન કલ્પ પવિત્ર રેસીડેન્સીના નવમા માળે ટેરેસ પર દારૂખાનું ફૂટતું હોવાથી પોલીસને શંકા ગઈ હતી. પોલીસ લિફ્ટ મારફતે નવમા માળે પહોંચી ત્યારે ટેરેસ પર ખુરશી ટેબલ પડ્યા હતા અને આસપાસમાં મહિલાઓ તેમજ પુરૂષો હાજર હતા. પોલીસે ટેબલ પરથી દારૂની ચાર બોટલ,9 ગ્લાસ, ઠંડા પીણાની બોટલ, અમૂલ ક્રીમ જેવી ચીજ વસ્તુઓ કબજે કરી હતી.
 
ગોત્રી પોલીસની ટીમ ગઈ કાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હરિ નગર બ્રિજ પાસે આવેલા તક્ષ કોમ્પ્લેકસની ટેરેસ પર કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની વિગતો મળતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટેરેસ પરથી 6 લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડયા હતા. પોલીસે ત્રણેય જણા પાસેથી દારૂની અડધી બોટલ તેમજ 3 મોબાઇલ કબજે કર્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર