Mercedes-Maybach તમે ઘારો છો તેનાથી પણ ઓછી છે પીએમ મોદીની નવી કારની કિમંત, જાણો કેમ પ્રધાનમંત્રીના કાફલામાં સામેલ કરી છે આ કાર ?

બુધવાર, 29 ડિસેમ્બર 2021 (16:32 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ સુરક્ષામાં જોડવામાં આવેલી મર્સિડીઝ મેબૈક (Mercedes-Maybach) ની કિમંત અને અન્ય વિગતો પર અટકળો વચ્ચે સરકારી સૂત્રોએ બુધવારે કહ્યુ કે નવી કાર કોઈ પ્રકારનુ અપગ્રેડ નથી પ રંતુ નિયમિત ફેરફાર છે. કારણ કે પહેલા તેમના દ્વારા ઉપયોગમાં લેવાતા મોડલને બીએમડબલ્હ્યુએ  બનાવવી બંધ કરી દીધી છે. આ સંબંધમાં એક સત્તાવાર સૂત્રએ કહ્યુ, કારની કિમંત મીડિયામાં લગાવેલ અટકળોથી ખૂબ ઓછી છે. અસલમાં તો આ મીડિયામાં બતાવવામાં આવી રહેલી કિમંતોથી એક તૃતીયાંશ ઓછી છે.  મીડિયાના એક તબકામાં મેબૈક કારની કિમંત 12 કરોડ રૂપિયાથી વધુ બતાવાય રહી છે. 
 
સત્તાવાર સૂત્રોએ કહ્યુ કે એસપીજી સુરક્ષામાં સુરક્ષા માટે ઉપયોગમાં લેવામાં આવેલ વાહનોને બદલવા માટે છ વર્ષનુ માનદંડ છે અને પ્રધાનમંત્રી સાથે સંબંધિત અગાઉની કારોનો ઉપયોગ આઠ વર્ષ સુધી કરવામાં આવ્યો. જેના પર ઓડિટમાં આપત્તિ બતાવાઈ અને ટિપ્પણી કરવામાં આવી કે આ સુરક્ષા પ્રાપ્ત કરનારાઓના જીવન સાથે સમજૂતી કરવા જેવુ છે. 
 
સૂત્રોએ કહ્યુ, "સુરક્ષા વાહનની ખરીદીથી સંબંધિત નિર્ણય સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિ માટે ખતરાની ધારણા પર આધારિત હોય છે. આ નિર્ણય એસપીજી દ્વારા સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિનો અભિપ્રાય લીધા વગર સ્વતંત્ર રૂપથી કરવામાં આવે છે. તેમણે એવુ પણ કહ્યુ, 'સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિની કારની સુરક્ષા વિશેષતાઓ પર વ્યાપક ચર્ચા રાષ્ટ્રીય હિતમાં નથી. કારણ કે તેનાથી સાર્વજનિક પટલ પર ઘણા બધી બિનજરૂરી વિગતો આવે છે. આ માત્ર સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિના જીવન માટે ખતરો ઉભો કરે છે. 
 
પીએમ મોદીએ એવી કોઈ સ્પષ્ટતા નથી કરી કે કંઈ કારોનો ઉપયોગ કરવામાં આવે 
 
અધિકારીઓએ કહ્યું કે મોદીએ કઈ કારનો ઉપયોગ કરવો જોઈએ તે અંગે કોઈ પસંદગી આપી નથી. તેમણે આ સંદર્ભમાં ઉલ્લેખ કર્યો કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભૂતકાળમાં રેન્જ રોવરનો ઉપયોગ કર્યો હતો જે વાસ્તવમાં તત્કાલિન વડાપ્રધાન માટે ખરીદવામાં આવ્યા હતા. વર્ષોથી BMW દ્વારા ઉત્પાદિત કાર વડાપ્રધાન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી કારોમાંની એક છે.
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે મર્સિડીઝ મેબેક કાર ખૂબ જ સુરક્ષિત છે અને તેના પર ગોળી તો છોડો, બોમ્બ બ્લાસ્ટની પણ કોઈ અસર થતી નથી. આ કાર બે મીટરના અંતરથી 15 કિલોના TNT બ્લાસ્ટ સામે પણ સરળતાથી ટકી શકે છે. તેને VR10-લેવલનુ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે, જે સર્વોચ્ચ સ્તરનું રક્ષણ છે. કારની બારીઓ અંદરથી પોલીકાર્બોનેટથી કોટેડ કરવામાં આવી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર