કુંભ મેળામાંથી પરત ફરનારાઓમાંથી 50 શ્રદ્ધાળુ કોરોના પોઝિટિવ

સોમવાર, 19 એપ્રિલ 2021 (11:04 IST)
હરિદ્વાર મહાકુંભથી ગુજરાત પરત ફરનાર શ્રદ્ધાળુઓ પર રાજ્ય સરકાર ખૂબ કડક છે. સતત લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ 50 લોકો અત્યાર સુધી કોરોના સંક્રમિત મળી ચૂક્યા છે. સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે તમામ લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. જે કુંભ મેળામાંથી ગુજરાત પરત ફરી રહ્યા છે.  
 
કુંભ હાલ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. હરિદ્વારામાં શાહીસ્નાન બાદ સતત સાધુ-સંત કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ત્યારબાદ ગુજરાત સરકરે રાજ્યમાં પરત ફરનાર શ્રદ્ધાળુઓના કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. બે દિવસ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે પરત ફરનાર લોકોને રાજ્યમાં સીધો પ્રવેશ નહી મળે. તેમને પહેલાં આઇસોલેટ અને પછી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવા પડશે. 
 
મોટી સંખ્યામાં સંક્રમણ ફેલાતું રોકવા માટે ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે. આ મામલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને નિર્દેશ આપ્યા છે કે કુંભથી પરત ફરનાર કોરોના ટેસત કરાવવો અનિવાર્ય છે તો બીજી તરફ તે લોકોને થોડા દિવસો માટે આઇસોલેશનમાં રાખવામાં આવશે. 
 
સીએમ દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોમાં કોરોના સંક્રમણના થોડા પણ લક્ષણ મળી રહ્યા છે તેમને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવે. જે લોકો કુંભથી પરત ફરી રહ્યા છે તેમને સીધી એન્ટ્રી નહી મળે. તમામને 7 દિવસ માટે આઇસોલેશનમાં રહેવું પડશે. 
 
ગુજરતમાં પણ હાલ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. એક પણ સંક્રમિત વ્યક્તિ સુપર સ્પ્રેડર બને નહી તે જરૂરી છે. હરિદ્વારના કુંભ મેળામાં હાલ કોરોનાનું હોટસ્પોટ બનેલું છે. 250 સાધુઓ કોરોના પોઝિટિવ મળ્યા બાદ રાજ્ય સરકાર ખૂબ ચિંતિત છે. સાવધાનીના ભાગરૂપે કુંભથી પરત ફરી રહેલા લોકોને સાવધાની વર્તવાની જરૂર છે. 
 
ગુજરાતના સુરતથી જ લગભગ 300થી વધુ લોકો શાહીસ્નાન માટે પહોંચ્યા હતા. બીજી તરફ જિલ્લામાં પણ લોકો કુંભ પહોંચ્યા હતા. સુરતના લગભગ 13 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે તો બીજી તરફ અત્યાર સુધી 49 લોકો કોરોના પોઝિટિવ મળી ચૂક્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર