બ્રિટનના વડા પ્રધાન ચૂંટાવા બદલ ઋષિ સુનકને તેમના સસરા નારાયણ મૂર્તિએ શું કહ્યું?

મંગળવાર, 25 ઑક્ટોબર 2022 (12:18 IST)
બ્રિટનના આગામી વડા પ્રધાન તરીકે પદનામિત થઈ ચૂકેલા ઋષિ સુનકને તેમના સસરા અને ભારતીય આઈટી કંપની ઇન્ફોસિસના સ્થાપક એન આર નારાયણ મૂર્તિએ અભિનંદન આપ્યા છે.
 
સમાચાર સંસ્થા એએનઆઈ સાથેની વાતચીતમાં નારાયણ મૂર્તિએ કહ્યું, "ઋષિને અભિનંદન. અમને તેમના પર ગર્વ છે અને અમે તેમને આ સફળતા માટે વધામણી આપીએ છીએ. અમને પૂરો વિશ્વાસ છે કે તે બ્રિટનના લોકો માટે સૌથી શ્રેષ્ઠ (કામગીરી) કરશે."
 
નારાયણ મૂર્તિના પત્ની અને લેખિકા સુધા મૂર્તિએ પણ જમાઈ ઋષિ સુનક અને દીકરી અક્ષતા સાથે તેમની બન્ને પૌત્રીઓની તસવીર ટ્વીટ કરીને અભિનંદન આપ્યાં છે. 
 
બ્રિટનની સૌથી ધનાઢ્ય મહિલાઓમાં સામેલ છે ઋષિના પત્ની અક્ષતા
 
ઋષિએ નારાયણ મૂર્તિના પુત્રી અક્ષતા સાથે 2009માં બેંગલુરુમાં લગ્ન કર્યાં હતાં. તેમને બે સંતાન છે.
 
અક્ષતા મૂર્તિનો સમાવેશ બ્રિટનની સૌથી ધનાઢ્ય મહિલાઓની યાદીમાં થાય છે. એમ કહેવાય છે કે ઋષિએ જાહેર કરેલી 730 મિલિયન પાઉન્ડની સંપત્તિમાંથી મોટાભાગની સંપત્તિનાં માલિક તેમના પત્ની છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર