Lambda COVID-19 New Variant: 29 દેશોમાં મળ્યો કોવિડ -19નો નવો લૈમ્બડા વેરિએંટ, WHO એ કર્યો ખુલાસો

શુક્રવાર, 18 જૂન 2021 (15:47 IST)
Lambda COVID-19 New Variant: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO ) એ બુધવારે કહ્યુ કે 29 દેશોમાં લૈમ્બ્ડ નામનો કોવિદ 19નો એક નવો વેરિએટની ઓળખ થઈ છે અને વિશેષ રૂપથી દક્ષિણ અમેરિકામાં જ્યા તેની ઉત્પત્તિ થઈ છે. WHO એ પોતાની વીકલી અપડેટમાં કહ્યુ કે પહેલીવાર પેરુમાં ઓળખાયેલા લેમ્બડા વેરિએંટને સાઉથ અમેરિકામાં વ્યાપક ઉપસ્થિતિને કારણે 14 જૂનના રોજ ગ્લોબલ વેરિએંટ ઓફ ઈટરેસ્ટના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. 
 
કોવિડ 19 વેરિએંટ લૈમ્બડા પેરુમાં કહેર વરસાવી રહ્યો છે. 
 
સાથે જ અધિકારીઓએ કહ્યું કે લેમ્બડા વેરિઅન્ટ પેરુમાં પ્રચલિત છે જ્યાં એપ્રિલ 2021 થી કોવિડ -19 કેસમાંથી 81 ટકા તેનાથી સંબંધિત જોવા મળ્યા છે. બીજી બાજુ ચિલીમાં છેલ્લા 60 દિવસમાં બધા સબમિટ કરેલા સિક્વંસમાં  32 ટકામાં આ વેરિએંટની ઓળખ થઈ હતી અને ફક્ત ગામા વેરિઅન્ટ દ્વારા તેને ઘટાડવામાં આવ્યું હતું.. જેને પહેલીવાર બ્રાઝિલમાં ઓળખવામાં આવ્યો હતો.  આ સાથે, દક્ષિણ અમેરિકાના અન્ય દેશો જેમ કે આર્જેન્ટિના અને એક્વાડોરએ પણ તેમના દેશમાં આ નવા કોવિડ -19 વેરિએન્ટના પ્રસાર વિશે માહિતી આપી છે.
 
કેટલો પ્રભાવી છે કોવિડ-19 વેરિએંટ લૈમ્બડા 
 
 ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે લેમ્બડા વેરિયન્ટ્સમાં મ્યૂટેંશન આવે છે જે રોગને વધારે છે અથવા એન્ટિબોડીઝ માટે વાયરસના પ્રતિકારને વધુ મજબૂત કરી શકે છે. જો કે, જિનીવા સ્થિત સંગઠન મુજબ, આ નવું વેરિઅન્ટ કેટલું અસરકારક રહેશે તેના પુરાવા અત્યારે વધુ પુરાવા નથીઅને લૈમ્બડા વેરિઅન્ટને વધુ સારી રીતે સમજવા માટે વધુ અને વધુ અભ્યાસ કરવાની જરૂર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર