સીબીઆઇની મોટી કાર્યવાહી સામે આવી છે. ઓનલાઇન યૌન શોષણના ગુનામાં સીબીઆઇએ 14 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં રેડ પાડી કારવાહી શરૂ કરી છે. સીબીઆઇની અલગ અલગ ટીમો લગભગ 76 સ્થળો પર એક્સાથે રેડ પાડી હતી. બાળકોના અશ્વીલ વીડિયો બનાવવાનો ધંધો ગુજરાતમાં ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલાની તપાસ માટે સીબીઆઈની ટીમે ગુજરાતમાં ધામા નાંખ્યાં છે.
સીબીઆઇના પ્રવક્તા આરસી જોશીના અનુસાર જે રાજ્યોમાં રેડ પાડવામાં આવી છે. તેમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઓડિશા, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છેકે, ઓડિશામાં તપાસ અર્થે ગયેલાં સીબીઆઈના અધિકારીઓને સ્થાનિક મહિલાઓએ મારવા લીધાં હતાં. ચાઈલ્ડ પોર્નોગ્રાફીની તપાસમાં ગયેલી સીબીઆઈની ટીમ પર સ્થાનિકોએ હુમલો કરી દેતા સ્થાનિક પોલીસે બચાવ કરવા માટે વચ્ચે પડવું પડ્યું હતું. સ્થાનિક પોલીસે સીબીઆઇ અધિકારીઓનું રેસક્યૂ કર્યુ હતુ. સીબીઆઇએ ઓનલાઇન બાળ શોષણ કેસમાં 83 આરોપીઓ વિરૂદ્ધ 23 અલગ અલગ કેસ દાખલ કર્યા છે.