Delhi Pollution- દિલ્હીમાં નવા આદેશ સુધી સ્કૂલ-કોલેજો બંધ રહેશે

બુધવાર, 17 નવેમ્બર 2021 (10:48 IST)
પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી-NCRમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કહેવાયું છે કે નવો આદેશ ન મળે ત્યાં સુધી સ્કૂલ-કોલેજો બંધ રહેશે. બુધવાર (આજથી) ઓનલાઈન અભ્યાસ થશે. 
 
21 નવેમ્બર સુધી દિલ્હીમાં તમામ ટ્રકોની એન્ટ્રી પર બેન લગાવાયો છે. જીવન જરૂરી વસ્તુઓને લઈને આવતી ટ્રકોને જ એન્ટ્રી મળશે. આ ઉપરાંત મેટ્રો, રક્ષા, એરપોર્ટને બાદ કરીને તમામ બાંધકામનાં કામો 21 નવેમ્બર સુધી બંધ રહેશે.10 વર્ષ જૂના ડિઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો સામે કડક પગલા ભરવા પણ આદેશ અપાયો છે.
 
નવા આદેશ મુજબ માત્ર ગેસથી ચાલતા ઉદ્યોગો ચાલી શકશે. જેની મંજૂરી નથી અપાઈ તેવા ઈંધણથી ચાલતા ઉદ્યોગો બંધ કરાશે. જ્યાં પણ શક્ય હોય તે ઉદ્યોગો ગેસ પર શિફ્ટ કરાય. નિયમ ન માનનાર સામે કડક પગલા ભરાશે. રાજધાની દિલ્હીના 300 કિમી રેડિયસમાં આવેલા 11 થર્મલ પ્લાન્ટમાંથી 5 જ ચાલી શકશે. બાકીના થર્મલ પ્લાન્ટને 30 નવેમ્બર સુધી બંધ રખાશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર