વડોદરા અને સુરતમાં છેલ્લા 24 કલાકમાં 25-25 નવા કેસ આવ્યા.
અરવલ્લીમાં 20 નવા કેસ સામે આવ્યા છે. અરવલ્લીમાં કુલ 61 કેસ છે જેમાંથી 45 કેસ છેલ્લા બે દિવસમાં આવ્યા છે.
સુરતમાં કુલ 824 થઈ ગયા છે અને વડોદરામાં 465 કેસ છે.
ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં 1,975 કેસ સામે આવ્યા છે.
ત્યારે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી બાલાસાહેબ થોરાટે એક ટ્વીટ કરીને કહ્યું કે પરપ્રાંતીય મજૂરોનો પ્રશ્ન ગંભીર છે, કૉંગ્રેસ પાર્ટી મુંબઈ અને મહારાષ્ટ્રમાં ફસાયેલા મજૂરોની યાત્રાનો ખર્ચ ઉપાડવા માટે તૈયાર છે. છતાં ગુજરાત સરકાર નાગરિકોને સ્વીકાર નથી કરી રહી, એ દુર્ભાગ્યપૂર્ણ છે.
તેમણે લખ્યું કે ગુજરાત સરકારે હજી સુધી મુંબઈથી સમ્ખિયાલી (કચ્છ) સુધી 1,299 ગુજરાતી ભાઈઓની યાત્રાને મંજૂરી નથી આપી. એ સિવાય ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક રાજ્યોએ પણ પોતાના પ્રવાસી મજૂરોને પ્રવેશની પરવાનગી નથી આપી.