અમદાવાદનાં કન્ટેઇનમેન્ટ વિસ્તારોનું લિસ્ટ જાહેર, આ લોકોને નહીં મળે છૂટનો લાભ

મંગળવાર, 19 મે 2020 (14:32 IST)
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે રાજ્ય સરકારે કન્ટેઇનમેન્ટ ઝોન મુજબ શહેરને બે ભાગમાં વહેંચી દીધું છે. આ વિસ્તારોમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં અમદાવાદ વહેંચવામાં આવ્યું છે. પૂર્વ વિસ્તાર સાથે પશ્વિમ અમદાવાદનો એક વિસ્તાર પણ કન્ટેઇમેન્ટ વિસ્તારમાં સમાવિષ્ઠ છે. અમદાવાદ મહાનગર પાલિકાએ જાહેર કરેલા લિસ્ટ મુજબ અમદાવાદના 12,98 લાખ લોકો કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં રહેતા હોવાથી તેમને રાજ્ય સરકારે આપેલી છૂટનો લાભ નહીં મળે. રાજ્યના આરોગ્ય વિભાગને પાલિકા દ્વારા સોંપવામાં આવેલા લિસ્ટ મુજબ અમદાવાદ સૌથી વધુ વસ્તી સેન્ટ્રલઝોનમાં કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં કોરોનાની અસર હેઠલ છે. અમદાવાદના સેન્ટ્રલ જોનના ખાડીયા, દરીયાપૂર, શાહપુર, જમાલપુર અને અસારવાનો આ વિસ્તારોમાં સમાવેશ થાય છે.કન્ટેઇનમેન્ટ વિસ્તારોની યાદી અને તેની વસ્તી : પાલિકાએ તૈયાર કરેલા કન્ટેઇનમેન્ટ ઝોન મુજબ અમદાવાદના ખાડીયામાં 1,18,969 લોકોની વસ્તી કન્ટેઇનમેન્ટ હેઠળ ચે. દરિયાપૂરની 1,17,314 લાખ વસ્તીનો સમાવેશ થાય છે. શાહપૂરના 1,15,072ની વસ્તીનો સમાવેશ થાય છે જ્યારે જમાલપુરના 1,38,.54 હજાર લોકોનો સમાવેશ કન્ટેઇનમેન્ટ ઝોનમાં થાય છે. અસારવા વિસ્તારના 71,263 લોકોનો સમાવેશ કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં થાય છે.  દાણીલીમડાના 1,38,824 લાખ લોકોનો સમાવેશ કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં થાય છે. સાઉથ ઝોનના બહેરામપુરામાં 1,34,409 લોકો કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં છે. જ્યારે મણિગનરમાં 1,23,027 લોકો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં છે. નોર્થ ઝોનના સરસપૂર-રખિયાલમાં 1,82,756 લોકો કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં છે. આ ઉપરાંત વેસ્ટઝોનમાં ગુલબાઈ ટેકરાના 7,544 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનમાં છે. આ ઉપરાંત ઇસ્ટ ઝોનમાં ગોમતીપુરના 1,50,980 લોકો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર