કોર કમિટીની બેઠકમાં લેવાયો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, નિવૃત થઇ રહેલા આરોગ્યકર્મીઓની સેવા લંબાવાઇ

શનિવાર, 1 મે 2021 (09:25 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્યના આરોગ્ય તંત્રમાં ઉપલબ્ધ માનવબળ આરોગ્યકર્મીઓની સેવાઓ સતત મળતી રહે તે હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 
કોર કમિટી માં લેવાયેલા આ નિર્ણય અનુસાર હાલ રાજ્યના આરોગ્ય તંત્રના તબીબી/ ટેકનીકલ/ નોન ટેકનીકલ સહિત તમામ અધિકારી-કર્મચારીઓ જે ૩૦ એપ્રિલ, ર૦ર૧થી ૩૦ જૂન, ર૦ર૧  દરમિયાન નિવૃત્ત થઇ રહ્યા છે  કે થવાના છે તેમની સેવાઓ તા. ૩૧ જુલાઇ, ર૦ર૧ સુધી લંબાવવામાં આવશે.
 
જે અધિકારી-કર્મચારીઓના  તા. ૩૦ એપ્રિલ, ર૦ર૧ના નિવૃત્ત થવાના હુકમો થઈ ગયા છે  તે પણ રદ ગણીને તેમની સેવાઓ પણ 31 જુલાઈ સુધી  ચાલુ રાખવામાં આવશે.
 
મુખ્યમંત્રીએ એમ પણ નિર્ણય કર્યો છે કે  રાજ્યના પંચાયત અને શહેરી વિકાસ વિભાગ અંતર્ગતના આવા સેવારત આરોગ્યઅધિકારી-કર્મચારીઓને પણ આ નિર્ણયનો લાભ મળશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર