આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,52,559 પહોંચીગઇ છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં કોરોનાના નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તેની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 95.23 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,84,998 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,84,883 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 115 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 7,695 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 60 છે. જ્યારે 7,635 લોકો સ્ટેબલ છે. 2,40,517 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4347 લોકોનાં મોત નિપજ્યા છે.